ગાગવા ધારમાં તામસી મગજના મહિલાનો આપઘાત

  • April 09, 2021 08:20 PM 

ગળાફાંસો ખાઈને પગલું ભરી લેતા શોકની લાગણી

મોટી ખાવડીના ગાગવા ધાર ખાતે રહેતી વૃદ્ધાએ તામસી મગજ અને ચિડીયારા સ્વભાવના કારણે કંટાળીને ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

જામનગરના મોટી ખાવડી ગામ ગાગવા ધાર ખાતે રહેતા કામલાબેન દેવાભાઈ ડગરા ઉ.વર્ષ 65 ગામના વૃદ્ધા છેલ્લા દસ-બાર દિવસથી તામસી મગજના થઈ ગયા હોય, અને એકલા એકલા વાતો કરતા હોય તેણીનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો, દરમિયાનમાં કંટાળીને પોતાની મેળે તા. 7 ના રોજ ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજયું હતું.

આ મતલબની જાહેરાત ગાગવા ધાર ખાતે રહેતા મેઘજી દેવાભાઈ ડગરા દ્વારા મેઘપર પોલીસમાં કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS