રણુજા સીમમાં પેટ-માથાના દુઃખાવાથી કંટાળી યુવાનનો આપઘાત

  • March 01, 2021 12:52 AM 

ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા તપાસ

કાલાવડ તાલુકાના રણુજા સીમમાં વાડીએ એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ છે, પેટ અને માથાના દુખાવાથી કંટાળીને પગલું ભરી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.

મૂળ છોટાઉદેપુરના બોડલી તાલુકાના માઠણી ગામના વતની હાલ કાલાવડના રણુજા ગામમાં રહેતા અને વાડીએ મજૂરીકામ કરતા મહેશભાઈ ભીમાભાઇ તડવી ઉંમર વર્ષ ચાલીસ નામના યુવાન ને પેટ તથા માથાનો દુખાવો થતો હોય અને જીવ મૂંઝાતો હોય દરમિયાન બીમારીથી કંટાળી જઈને તારીખ 27 ના રોજ પોતાની મેળે પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત હાલતમાં મળી આવેલ હતા.

આ બનાવ અંગે મહેશ વિઠ્ઠલભાઈ દ્વારા કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઇને તપાસ આગળ વધારી હતી યુવાનના મૃત્યુથી વાડી વિસ્તારમાં શોકનું મોજું ફરી ગયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS