જામનગરમાં આર્થિક તંગીના કારણે યુવાનનો આપઘાત

  • June 19, 2021 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફીનાઈલ પીધાં બાદ ગળાફાંસો ખાઈ લેતાં અરેરાટી: પુષ્કર પાર્કમાં યુવકે વખડા ઘોળ્યા: ગોકુલનગરમાં દારુ પીવાના પૈસા નહીં આવતાં બિહારી યુવકે આયખું ટૂંકાવ્યું

જામનગરના ભીમવાસમાં આર્થિક તંગીના કારણે યુવાને ફીનાઈલ પીધાં બાદ ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે તિપતિ સોસાયટી વિસ્તારમાં એક યુવાને કોઈકારણોસર ઝેરી દવા પી લઈ મોત મીઠું કરી લીધું હતું અને ગોકુલનગરમાં દારુ પીવા માટે પત્નીએ પૈસા નહીં આવતાં લાગી આવવાથી બિહારી યુવાને આપઘાત કરી લીધો હતો.

 

જામનગરના ભીમવાસ, શેરી નંં.1માં રહેતાં સેન્ટિંગનું કામ કરતાં રાહુલ દીનેશભાઈ રાઠોડ (ઉ.વ.25) નામના યુવાને આર્થિક તંગીના કારણે પ્રથમ ફીનાઈલ પી ત્યારબાદ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે તેમના માતા સોનીબેન દીનેશભાઈ રાઠોડ દ્વારા સિટી ‘બી’ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

 

અન્ય એક બનાવમાં જામનગરના ઢીંચડા રોડ, તિરુપતિ સોસાયટી પાછળ, પુષ્કર પાર્ક ખાતે રહેતાં રામાભાઈ વીરમભાઈ કારિયા (ઉ.વ.30) નામના યુવાને કોઈપણ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની જાણ માંડણભાઈ કારિયા દ્વારા સિટી ‘બી’માં કરવામાં આવતાં બનાવ પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ લંબાવાઈ છે.

 

વધુ એક બનાવમાં જામનગરના ગોકુલનગર, સાયોના શેરીમાં રહેતાં અને મૂળ બિહારના શાહપુર, સહજોલી ગામના વતની રાજેશ્ર્વરકુમાર હરીકિશન ચૌધરી (ઉ.વ.22) નામના યુવાન ભાડે મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતાં હોય અને મજૂરી કરીને ગુજનાર ચલાવતાં હતાં. દરમિયાન પોતાને દારુ પીવાની ટેવ હોય જેથી ગઈકાલ બપોરના સમયે દારુ પી ને પીધેલી હાલતમાં પોતાની પત્ની પાસે દારુ પીવા માટે પિયા માંગ્યા હતાં. પત્નીએ નહીં આપતાં લાગી આવ્યું હતું, સાંજના સુમારે મકાનમાં રુમનો દરવાજો અંદરથી બંધ કરી પોતાની મેળે છતના પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ સંજુબેન રાજેશ્ર્વરકુમાર ચૌધરી દ્વારા સિટી ‘સી’ ડિવિઝનમાં કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS