જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • June 21, 2021 10:21 AM 

પત્ની રીસામણે ગઈ હોવાથી એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસા દ્વારા જીવન ટૂંકાવ્યું

જામનગર તા ૨૧, જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક યુવાને ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીના અંત લાવી દીધો છે. છેલ્લા એકાદ મહિનાથી પત્ની માવતરે ચાલી ગઈ હોવાથી, તેમજ એકલવાયા જીવનથી અને ચારેક મહિના ની માનસિક બીમારી ના કારણે જિંદગીથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નવાગામ ઘેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની બાજુમાં રહેતા કિશોર ગોવાભાઇ ચાવડા નામનાં ૪૫ વર્ષના યુવાને ગઇકાલે મોડી સાંજે પોતાના ઘેર પંખામાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ જેસાભાઇ ગોવાભાઇ ચાવડાએ પોલીસને જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જે પોતે છેલ્લા ચારેક માસથી માનસિક બીમારીથી પીડાતો, હતો અને તેની દવા પણ ચાલુ છે. જ્યારે આજથી એકાદ મહિના પહેલા તેની પત્ની માવતરે જતી રહી હોવાથી પોતે એકલવાયું જીવન જીવતો હતો. જેનાથી તનાવમાં રહીને આખરે ગઈ કાલે આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. સીટી બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)