કાલાવડના નીકાવામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • May 04, 2021 09:44 PM 

જામનગરમાં વૃદ્ધાનું બીમારી સબબ મૃત્યુ, ધુનડામાં દાઢના દુખાવાથી કંટાળી વૃદ્ધે અગન પછેડીઓઢી, જામનગરના આધેડનું છાતીમાં દુખાવાથી મૃત્યુ

જામનગર પંથકમાં અપમૃત્યુના ચાર બનાવ પોલીસ દફતરે નોંધાયા છે, જેમાં કાલાવડના નિકાવા ગામના યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેમાં કારણ જાણવા પોલીસે તપાસ લંબાવી છે. જામનગરમાં વૃદ્ધાનું બીમારી સબબ મૃત્યુ થયું છે જ્યારે ધુનડા ગામમાં દાંઢના દુખાવાથી કંટાળીને પ્રૌઢે અગ્નિસ્નાન કરી લેતા મૃત્યુ નિપજયું છે અને હર્ષદમીલની ચાલી પાસે છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું પ્રાણ પંખેરુ ઉડ્યું છે.

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા વિવેકભાઈ જમનભાઈ વાદી ઉંમર વર્ષ 23 નામના યુવાન ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા બેભાન અવસ્થામાં રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ વિવેકભાઈ સોફ્ટવેર એન્જિનિયર નો અભ્યાસ કર્યો હતો, જોકે કયા કારણોસર તેમણે પગલું ભર્યું એ દિશામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય એક બનાવમાં જામનગરના સરુ સેક્શન રોડ પર મનાલી એપાર્ટમેન્ટ ખાતે રહેતી વર્ષાબેન જોગેન્દ્ર ભાઈ રિંડાણી ઉંમર વર્ષ 60 નામના વૃદ્ધાને તાવ ઉધરસ હોય જેના કારણે શ્વાસ લેવાની તકલીફ થતી હતી દરમિયાન સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવની જાણ કલ્યાણજીના ચોક ખાતે રહેતા ધવલ ભુપેન્દ્રભાઈ પરીખ દ્વારા પોલીસમાં કરાઇ હતી.

ત્રીજા બનાવમાં જામજોધપુર તાલુકાના ઘુનડા ગામમાં રહેતા ઓધવજીભાઈ રણછોડભાઈ તરૈયા ઉંમર વર્ષ 80 નામના પ્રૌઢ એકલવાયુ જીવન જીવતા હોય તેમજ અવાર નવાર દાઢનો દુખાવો થતો રહેતો હોય દરમિયાનમાં એકલવાયા જીવન અને દાંઢના દુખાવાથી કંટાળીને પોતાની મેળે શરીર પર કેરોસીન છાંટી સળગી જતાં મૃત્યુ નીપજયું હતું. સાપર વેરાવળ ખાતે રહેતા રમેશભાઇ ઓધવજીભાઈ દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

જ્યારે જામનગરના હર્ષદમિલની ચાલી પાસે આવેલા પટેલનગર - 3 માં રહેતા ગોવિંદભાઇ રઘુભાઈ પઠાણ ઉંમર વર્ષ 50 ને બે ત્રણ દિવસથી વધારે પડતું છાતીમાં દુખાવો થતો હતો દરમિયાનમાં ગઈકાલે વધારે દુખાવો ઉપડતા જી જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું મુકેશભાઈ પઠાણ દ્વારા સિટી એ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS