BREAKING NEWS

સ્યુસાઇડ સિટી રાજકોટઃ ચાર યુવાનના આપઘાત

  • April 22, 2026 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર રોડ પર રાજમોતી મિલની પાછળ આવેલી સીતારામ સોસાયટીમાં રહેતો રોહિત બાબુભાઈ કલાડીયા (ઉ.વ.૨૧)નો યુવક રાત્રીના ઘરેથી રીક્ષા લઈને નીકળી રામવન પાસે આવેલી પાણીની ખાણ પાસે પહોંચી મિત્રને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, હું રામવન પાસે પાણીની ખાણમાં પડીને મરી જાવ છું એટલું કહી ફોન મૂકી દેતા મિત્રો સહિતના પરિવારજનો ત્યાં ઘેડી ગયા હતા. મિત્રો પહોંચતા જ રોહિતે ખાણમાં છલાંગ લગાવી લીધી હતી. તાર્કીદે ફાયર અને ૧૦૮ને જાણ કરતા ફાયરના જવાનોએ ત્યાં પહોંચી યુવકને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો અને ૧૦૮ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો કરતા મિત્રોમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આપઘાત કરનાર રોહિત બે ભાઈ બે બહેનમાં વચેટ હતો. અને સગાઇ થઈ ગઈ હતી. પોતે રીક્ષા હંકારી પરિવારને મદદરૂપ થતો હતો. પરિવારના જણાવ્યા મુજબ રોહિતનો મગજ ખુબ તામસી હોય ઘરે ઝગડો થતા રાત્રીના નીકળી ગયો હતો અને પગલું ભરી લીધું હતું.રોણકીમાં રહેતા ૨૭ વર્ષીય યુવકે ઝેરી ટીકડા ખાઈ મોત મીઠું કર્યું રોણકીમાં આવેલા શ્યામ બંગલોઝ એ-૧૨માં રહેતાં પ્રિયાંગ હિતેષભાઈ પાંભર (ઉ.વ.૨૭) નામના યુવાને ગત સવારે પાંચેક વાગ્યે ઘરે હતો ત્યારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતાં સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જય ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલના તબીબ દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર પ્રિયાંગ બે ભાઈમાં નાનો અને પરિણીત હતો. તે ગોપાલ નમકીનમાં નોકરી કરતો હતો. તેણે કયાં કારણોસર પગલુ ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે તપાસ યથાવત રાખી છે. લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ૨૮ વર્ષીય યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતો રવિ લાલજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૮)ના યુવકે ગત સાંજે આઠેક વાગ્યે ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજન રૂમમાં જોવા જતા યુવકને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા પડોશીઓ સહિતના ઘેડી ગયા હતા અને કોઈએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. બનાવની જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ગ્રીનલેન્ડ ચોકડી નજીક શિવનગરમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત
ગ્રીનલેન્ડ ચોકડી નજીક શિવનગરમાં રહેતા કાળુભાઈ મચ્છાભાઈ સિંધવ (ઉ.વ.૪૨)ના આજે સવારે અગ્યારેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે છતના હૂંકમાં ઘેરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. કેટલીક વાર સુધી બહાર ન આવતા પરિવારજ રૂમમાં બોલાવવા માટે જતા ત્યાં લટકતા હતા. આ જોઈ દેકારો કરતા પરિવારના સભ્યો સહિત પડોશીઓ ઘેડી આવ્યા હતા અને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા જયાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કાળુભાઈ દરબારગઢ ચોકમાં નકલંક હોટલ ચલાવતા હતા. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આપઘાતના કારણ અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News