જિલ્લા પંચાયતના પ્રમુખના પીએની એકાએક બદલી થતાં અનેક તર્ક-વિતર્ક

  • December 14, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સારી કામગીરી બાદ પીએ વોરાની બદલી થયાં બાદ તેમના સ્થાને વાય.આર. કણસાગરાની વરણી

જામનગર જિલ્લા પંચાયતમાં ૪૦ વર્ષ ફરજ બજાવનાર અને નિવૃત્ત થયાં બાદ સારી કામગીરીના કારણે જિલ્લા પંચાયત પ્રમુખના પીએ તરીકે વોરાભાઈની વરણી કરવામાં આવી હતી, પરંતુ નવા પ્રમુખ આવ્યા બાદ બહુચર્ચિત વોટર શૅડ, સુઝલામ સુફલામ યોજનાના બિલો અંગે ધાર્યું ન થતાં આખરે પીએની તાબડતોબ બદલી કરી નાખવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જિલ્લા પંચાયતના રાજકારણમાં આ પ્રકરણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે, રુા.૭ કરોડના કેટલાંક બિલો અંગે પાસ ન થતાં અને તેમાં પીએ આડખીલી બનતાં હોવાની છાપ ઉભી થઈ હતી. આ પદ ઉપર જામનગર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને અન્ય ત્રણ સભ્યોની ભલામણથી હવે કાલાવડના વિસ્તરણ અધિકારી યજ્ઞેશ કણસાગરાને નિમણૂંક આપવામાં આવી છે. આમ એકાએક પીએને રુખ્સદ આપી દેવા અંગે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application