પોરબંદરના કુતિયાણા નજીક આવેલ સુદામા ડેરીની ૧૨મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થતા મહત્વની એવી જાહેરાત કરવામાં આવી હતી કે પશુપાલકોને દૂધના કિલો ફેટે ૧૦ા. વધારે અપાશે.
પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની વર્ષ ૨૦૨૩-૨૪ની ૧૨મી વાર્ષિક સાધારણસભા હોટલ લોર્ડસ ખાતે મળેલ. જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર દૂધ સંઘના ચેરમેન ભરતભાઇ જીવાભાઇ ઓડેદરા, વાઇસ ચેરમેન ભરતભાઇ ભીમાભાઇ બોખીરીયા, સંઘના મેનેજીંંગ ડિરેકટર શ્રીકાંત ભટ્ટ, નિયામક મંડળના સભ્યો અને દૂધ સંઘની દૂધ મંડળીના પ્રમુખ તથા મંત્રીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી તથા દૂધ સંઘના પ્રણેતા બાબુભાઇ બોખીરીયા દ્વારા ડેરી અને પેકિંગ પ્લાન્ટના ફાયદા વિશે તેમજ પોરબંદર જિલ્લાના કુદરતી સંસાધનનો ઉપયોગ કરી પશુપાલન અને ખેતીથી કેવી રીતે વધુ આવક મેળવી શકાય તે અંગેની માહિતી આપી અને સંઘના મેનેજીંગ ડિરેકટર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના પોરબંદર દૂધ સંઘના વાર્ષિક હિસાબો, દૂધ સંઘ દ્વારા હાથ ધરવાના ભાવી કાર્યક્રમ વિશે ચર્ચા કરવામાં આવેલ, દૂધ સંઘના ટર્નઓવરમાં ૪૪%ના વધારા સાથે ા. ૮૨૩.૬૪ કરોડનું ટર્નઓવર થયેલ છે. તેમજ દૂધના ગતવર્ષે ા. ૭૫૪ પ્રતિ કિલો ફેટ સામે ચાલુ વર્ષે સરેરાશ ા. ૭૮૬ પ્રતિ કિલો ફેટ ભાવ ચૂકવવામાં આવેેલ જે ગત વર્ષની સરખામણીમાં સરેરાશ ા. ૩૨ પ્રતિ કિલો ફેટ ભાવ વધારે પશુપાલકોને ચૂકવવામાં આવેલ છે. તેમજ નવો સ્વીટ્સ પ્લાન્ટથી ગત વર્ષ ા. ૧.૧૪ કરોડના વેચાણ સામે ચાલુ વર્ષ ા. ૮.૯૬ કરોડના સુદામા ડેરી અને અમુલ બ્રાન્ડ હેઠળ સ્વીટસનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત દૂધ સંઘના ચેરમેન અને ખેડૂત એવા ભરતભાઇ જીવાભાઇ ઓડેદરા દ્વારા તા. ૨૧-૮-૨૦૨૪થી દૂધના કિલો ફેટે ા. ૧૦નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech