એઇમ્સ રાજકોટમાં સૌ પ્રથમ મેગા પ્રોસ્ટેસિસ રિપ્લેસમેન્ટ સર્જરી કરી 73 વર્ષીય દર્દીનો નિષ્ણાત તબીબોની ટીમે પગ બચાવ્યો છે. જામનગર દર્દીને ઘૂંટણમાં તીવ્ર દુખાવો અને અસરગ્રસ્ત પગ પર વજન ન મૂકી શકવાની ફરિયાદ સાથે એઇમ્સ રાજકોટમાં ઓપીડીમાં આવ્યા હતા. નિદાન દરમિયાન પગના હાડકાનું કેન્સર હોવાનું માલુમ થયું હતું પ્રોક્સિમલ ટિબિયા (પગની ઉપર ની હાડકા) નું પ્રાઇમરી નોન-હોજકિન્સ લિમ્ફોમા, જે પેથોલોજિકલ ફ્રેક્ચર હતું જે આ અત્યંત દુર્લભ પ્રકારનું કેન્સર દ્વારા ફ્રેક્ચર થયું હતું નિદાન બાદ સૌ પ્રથમ સારવાર ના ભાગરૂપે દર્દીને પ્રથમ તબક્કે કીમોથેરાપી આપવામાં આવી હતી. કીમોથેરાપી પૂર્ણ થયા બાદ તા. 16ના રોજ દર્દીની સર્જરી 10 ડોક્ટરો અને સ્ટાફ ટીમ દ્વારા લિમ્બ-સેલ્વેજ સર્જરી કરવામાં આવી હતી, જેમાં ઓર્થોપેડિક ઓન્કો સર્જન ડૉ. અક્ષત ગુપ્તા, ઓર્થોપેડિક સર્જન ડો. રવિ કુમાર અને ડૉ.અભિષેક કુમાર મિશ્રા, પ્લાસ્ટિક સર્જન ડૉ. નૂપુર અગ્રવાલ તેમજ એનેસ્થેટિસ્ટ ડૉ. સુમિત બંસલ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી
સર્જરી દરમિયાન કેન્સરગ્રસ્ત હાડકાનો ભાગ દૂર કરીને તેની જગ્યાએ મેગા પ્રોસ્ટેસિસ મૂકવામાં આવ્યો હતો.સર્જરી બાદ દર્દી સંપૂર્ણપણે સાજા થયા હતા અને તેમને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેગા પ્રોસ્ટેસિસ સામાન્ય ટોટલ ની રિપ્લેસમેન્ટ થી અલગ હોય છે અને આવી સર્જરી દેશના પસંદગીના કેન્સર કેન્દ્રોમાં જ કરવામાં આવે છે,
આ પ્રકારના દુર્લભ અને પડકારજનક સફળ સારવાર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માટે એઇમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો.ડૉ.એલ.એન. દોરૈરાજન, ડેપ્યુટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ અને મેડિકલ સુપ્રિડેન્ટ પ્રો.ડો.પિંકી સાહુ દ્વારા ટીમ ને અભિનંદન આપ્યા હતા