જામનગરમાં સજ્જડ મીની લોકડાઉન

  • April 29, 2021 12:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેર આયે દુરસ્ત આયે... 20 દિવસ પહેલા જે નિર્ણયની જરુર હતી તે આખરે થયો: લોકોની અવર-જવર પણ રોકવી જરુરી: સંક્રમણની ચેઇન તોડવા માટે હવે લેવાયેલા પગલા સુખદ પરિણામ આપશે

હાઇશ... આખરે જામનગર શહેરમાં કોરોનાની ઘાતક બનેલી, જીવલેણ બનેલી અને હાહાકાર મચાવતા સ્તરે પહોંચેલી સંક્રમણની ચેઇનને તોડવા માટે આખરે આજથી મીની લોકડાઉનનો આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે અને જનતા પણ જાણે આદેશનો ઇંતેજાર કરતી હોય તેમ સવારથી જડબેસલાક  બંધ રાખવામાં આવ્યો છે, આમ તો આ નિર્ણય 20-25 દિવસ પહેલા લઇ લેવાની જર  હતી પરંતુ જે થયું તે થયું, દેર આયે દુરસ્ત આયે... આજથી જે લોકડાઉન શ થયું છે તે કોરોનાની વર્તમાન ચેઇનને તોડવા માટે અત્યંત મહત્વનું સાબિત થશે અને આશા છે કે શહેરમાં બેફામ રીતે વકરી રહેલા કોરોનાના સંક્રમણને બ્રેક લાગશે.

ગઇકાલે સાંજે રાજય સરકારના આદેશ અંતર્ગત જીલ્લા સમાહતર્િ રવિશંકરે જાહેરનામું બહાર પાડયું હતું અને તેમાં જણાવાયુ હતું કે, તા. 28/4 થી તા. 5/5/21 સુધીના ગાળા દરમ્યાન જામનગર શહેરમાં કેટલાક નિયંત્રણ મુકવામા આવે છે.

તેમાં મોટાભાગના વ્યવસાયોને આવરી લેવામાં આવતા મીની લોકડાઉન જેવો જ આદેશ થયો હતો, જો કે ફરક માત્ર એટલો છે કે આ મીની લોકડાઉનમાં લોકોની અવર જવર ઉપર કોઇ પ્રતિબંધ લગાડવામાં આવ્યો નથી અને જરી દેખાય છે કે હવે જયારે મીની લોકડાઉન અમલમાં છે ત્યારે મેડીકલ કારણો સિવાય શહેરમાં ભટકવા નીકળતા લોકોને ઘરે બેસાડવા માટેના પણ કોઇ પગલા લેવામાં આવે, જાહેરનામામાં શું બંધ રહેશે, શું ખુલ્લુ રહેશે તેની વિગતો આ અહેવાલની સાથે બોકસમાં આપવામાં આવી છે.

ગઇ મોડી સાંજે જીલ્લા સમાહતર્નિું જાહેરનામું પ્રસિઘ્ધ થયા બાદ લોકો અને વેપારીઓ ભારે અવઢવમાં હતા, કારણ કે જાહેરનામામાં જે રીતે બાજી બંધે બંધ રાખવામાં આવી હતી તેનાથી વાત સ્પષ્ટ થતી ન હતી, વાણિજયક હેતુ લખવામાં આવ્યો હતો તેનો મતલબ શું કાઢવો અને કર્ફયુના સમય સિવાયના સમયમાં શું બંધ રાખવાનું છે કે નહીં આ વાતને લઇને જાહેરનામું બહાર પડયા બાદ શહેરભરમાં ચારેકોર પુછપરછ શ થવા લાગી હતી.

આ સબંધે લોકોને માહિતગાર કરવા માટે ગઇ રાત્રે જ આજકાલ દ્વારા એડીશ્નલ કલેકટર દ્વારા મુકવામાં આવેલી ચોખવટ સબંધે લોકોને માહિતગાર કરાયા હતા અને તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવેલ વ્યવસાયોને 24 કલાક માટે બંધ રાખવાનું છે અને જેને છુટ અપાઇ છે તેનો પણ ઉલ્લેખ કરાયો હતો.
રાત્રે આજકાલ દ્વારા વોટસએપ મારફત મીની લોકડાઉનનો આ સંદેશો વહેતો કરવામાં આવ્યા બાદ વાત લોકોના ગળે ઉતરી હતી અને આ પછી બધાને એ વાતનો ખ્યાલ આવ્યો હતો કે વાસ્તવમાં આજ તા. 28 થી તા. 5 સુધી મીની લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.

આ અંતર્ગત આજ સવારથી જ જામનગરના તમામ મુખ્ય વેપારી વિસ્તારોમાં જેટલા વ્યવસાયોને બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે તે જડબેસલાક રીતે બંધ રહયા છે અને ફરી એક વખત લોકડાઉનકાળ શ થઇ ગયો છે.

આ વખતેના લોકડાઉન રીટર્નમાં ફરક માત્ર એટલો છે કે રોડ, રસ્તાઓ, બજારોમાં લોકોની અવર જવર ઉપર કોઇ ફરક પડયો નથી, કારણ કે હાલમાં જાહેર કરાયેલા મીની લોકડાઉનમાં વેપાર, ધંધા બંધ રાખવામાં આવ્યા છે, પરંતુ લોકોની અવર જવર રોકી શકાઇ નથી અને આ પગલું પણ લેવામાં આવે, મેડીકલ કારણો વગર સેલ સપાટા માટે નગરભ્રમણ કરવા નીકળતા લોકોને ઘરમાં રાખવામાં આવે તે આવશ્યક ગણાશે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી આજકાલ દ્વારા કોરોનાની વર્તમાન ઘાતક બનેલી ચેઇનને તોડવા માટે લોકડાઉનની જરીયાત હોવાની વાત દરરોજ પ્રસિઘ્ધ કરવામાં આવતી હતી, લોકોના અભિપ્રાયો પણ આપવામાં આવતા હતા આખરે આ નિર્ણય લેવાયો હોવાથી તેને આવકારદાયક ગણીએ છીએ અને આશા છે કે આ મીની લોકડાઉનથી પણ સંક્રમણની ઘાતક બનેલી ચેઇન નબળી જર પડશે.

જીલ્લાના જામનગર મ્યુ. કોર્પોરેશન સિવાયના વિસ્તાર માટેના નિયમો
લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ 50 વ્યકિતઓની મંજુરી રહેશે અને રાત્રીના સમયે લગ્ન થઇ શકશે નહીં, અંતીમ ક્રિયા અને દફનવીધી માટે 20 વ્યકિતની મંજુરી અપાઇ છે, સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાઇનાન્સ સબંધીત સેવા, કેશ ટ્રાન્જેકશન, બેંકોનું કલીયરીંગ હાઉસ, એટીએમ, સીબીએમ, રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, બ્રોકર, ઇન્સ્યુરન્સ કંપની, ખાનગી ઓફીસમાં કુલ સંખ્યાના 50 ટકા હાજરી રહેશે આવશ્યક સેવાને આ નિયમ લાગુ નહી પડે. તમામ પ્રકારના રાજકીય મેળાવડા, ધાર્મિક, સાંસ્કૃતીક કાર્યક્રમો બંધ રહેશે, ધાર્મિક સ્થાનો માટેની દૈનિક પુજા પુજારી અને સંચાલકો કરી શકશે, પબ્લીક બસ ટ્રાન્સપોર્ટમાં મહત્તમ 50 ટકા કેપેસીટી લાગુ પડશે, બિમાર વ્યકિત, સગભર્િ વ્યકિત, અશકત વ્યકિત સાથે એટેન્ડન્ટની છુટ અપાઇ છે, આવશ્યક સેવા સાથે સંકળાયેલી વ્યકિતને ઓળખપત્ર રજુ કરવાનું રહેશે, મુસાફરોએ રેલ્વે ટીકીટ, એરપોર્ટ કે એસટી બસની ટીકીટ રજુ કરવાથી અવર જવરની પરવાનગી આપવામાં આવશે અને તમામ માર્કેટીંગ યાર્ડ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

આજથી તા. 5 સુધી રણમલ તળાવમાં વોકિંગ બંધ
જામનગરમાં કોરોના વકરી રહયો છે ત્યારે શહેરના તમામ બાગ, બગીચા બંધ કરવા આદેશ આપ્યા બાદ આજથી તા. 5 મે સુધી રણમલ તળાવમાં સવારે વોકિંગ કરવા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, મહાપાલીકા હસ્તકના તમામ બાગ, બગીચાઓ પણ આ દિવસો દરમ્યાન બંધ રહેશે, અગાઉ જામ રણજીતસિંહજી પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક તા. 30 સુધી બંધ રાખવામાં આવેલ જેની સમય મયર્દિામાં વધારો કરવામાં આવ્યો છે તેમ મહાપાલીકાની યાદીમાં જણાવાયું છે.

શું બંધ રહેશે?
આર્થિક, વેપારી પ્રવૃતીઓ જેવી કે દુકાનો, વાણિજયક, સંસ્થાઓ, રેસ્ટોરન્ટ (ટેક-અવે સર્વિસ સિવાય) તમામ લારી, ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્ષ, અઠવાડીક ગુજરી બજાર/હાટ, શૈક્ષણીક સંસ્થા અને કોચીંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટરપાર્ક, જાહેર બાગ, બગીચા, મનોરંજક સ્થળો, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વીમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે.

શું ચાલુ રહેશે?
કોવિડ-19 કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક સેવા, તાત્કાલીક સેવા ચાલુ રહેશે, મેડીકલ, પેરામેડીકલ તથા આનુસાંગીક આરોગ્ય સેવા, ઓકિસજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ, ડેરી, દુધ, શાકભાજી, ફળફળાદી, ઉત્પાદન વિતરણ વેચાણ તથા હોમ ડીલીવરી સેવા, કરીયાણું, બેકરી, બધા પ્રકારની ખાધ સામગ્રીનું વેચાણ, અનાજ અને મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસ, હોટલ, રેસ્ટોરન્ટમાંથી અપાતી સેવા, ઇન્ટરનેટ, ટેલીફોન, મોબાઇલ સર્વિ પ્રોવાઇડર, આઇટી સબંધીત સેવા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી, પીએનજી સબંધીત પંપ ઓપરેશન ઓફ પ્રોડકશન યુનીટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મીનલ ડેપોઝ પ્લાન્ટ અને સબંધીત ટ્રાન્સપોર્ટેશન અને રીપેરીંગ સેવા ચાલુ રહેશે.
આ ઉપરાંત પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિકયુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો, પશુઓની દવા, સારવાર સબંધીત સેવા, કૃષી કામગીરી, પેસ્ટ ક્ધટ્રોલીંગ અને અન્ય આવશ્યક સેવા, ઉત્પાદન પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, આંતર રાજય, આંતર જીલ્લા, શહેર ટ્રાન્સપોર્ટ સેવા, ઇ-કોમર્શીયલ સેવા, તમામ પ્રકારના ઉત્પાદન, ઔધીગીક એકમ, રો મટીરીયલ પુરા પાડતા એકમો, સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા, બાંધકામને લગતી પ્રવૃતી, એટીએમ સેવા ચાલુ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS