રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના ખંભાળિયા-ભાતેલ સેકશનમાં લેવલ ક્રોસિંગ નં. ૨૩૫ પર અંડર બ્રિજ (રોડ અંડર બ્રિજ) નિર્માણ અંતર્ગત આરએચ ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરીને રેલ્વેએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિંગલ ટ્રેક લાઇન પર મહત્વપૂર્ણ હેવી ડ્યુટી માળખાગત કાર્ય માટે ૩ કલાકના ટ્રાફિક બ્લોક લેવાયો હતો. આ કાર્યના અમલીકરણમાં ૬૦૦ ટનની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાી ગર્ડર લોન્ચિંગ અત્યંત ચોકસાઈ અને સુરક્ષિત રીતે કરી શકાયું હતું. ડિવિઝનલ એન્જિનિયર (વેસ્ટ) ઋષભ સિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર (વેસ્ટ), જામનગર સંજીવ કુમાર તા તેમની અંદાજે ૪૦ સભ્યોની ટીમ દ્વારા આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ પૂર્ણ યા બાદ સનિક જનતાને વ્યાપક લાભ મળશે. આ પડકારાત્મક જટિલ કાર્યની સફળતા બદલ એન્જિનિયરિંગ વિભાગને અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતા.