મીઠાપુરની સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ

  • September 13, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માતા અને પુત્ર સ્વસ્થ: પરિવારજનોમાં ખુશી


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક મહિલાને ગુરુવારે એકાએક પ્રસુતિની પીડા ઉપાડતા આ અંગે તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને નાગેશ્વર સ્થિત 108 ની ટીમના ઈ.એમ.ટી. સતીશ બામણીયા અને પાયલોટ રાજેશભાઈ મહિલાના ઘરે પહોંચ્યા હતા. તેણીને લઈને જતાં થોડે દૂર પહોંચતા જ સગર્ભાને પ્રસુતિની પીડા વધુ અસહ્ય બની ગઈ હતી.


108 એમ્બ્યુલન્સને મોજાપ ગામ પાસે થોભાવી અને સ્ટાફના સતિષભાઈ દ્વારા હેડ ઓફિસે રહેલા ડો. રાકેશના માર્ગદર્શન હેઠળ તેમને આપવામાં આવેલી તાલીમ તેમજ કોઠાસૂઝથી આ સ્થળે જ મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી. આ પ્રસુતિથી બાળક અને માતાનો જીવ બચાવી અને બંનેને સહી સલામત રીતે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application