૧૦ હજારમાંથી ૧ બાળક બચે તેવા કેસમાં ૧૦૮ ટીમની સફળ પ્રસુતિ

  • January 04, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આરોગ્ય ક્ષેત્રે કેટલીક ટેકિનક પધ્ધતિઓના કારણે વ્યકિતનો જીવ બચી શકે છે. પરંતુ જન્મતાની સાથે જ મૃત્યુ થાય એવા કિસ્સામાં ૧૦૮ની ટીમે પ્રસૂતાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુજરાતમાં કોઈપણ આરોગ્ય ઈમર્રજન્સી પરિસ્થિતિમાં દરેકના હોઠે રહેલો નંબર એટલે ૧૦૮. તાજેતરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ માં રેરેસ્ટ ઓફ ધિ રેર કિસ્સો બન્યો .
૧૦૮ની હેલ્પ લાઈન ઓફિસમાં ફોન આવ્યો હતો અને કોલરએ જણાવ્યું હતું કે, દર્દી યોતિબેન ભરવાડ તીવ્ર પ્રસૂતિ પીડા અનુભવી રહી છે. બસ આ સંભાળતા જ ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પહોચી અને ત્યાં ડો. મુકેશે ઇએમટીને જાણ કરી કે બાળક બ્રીચ પ્રેઝન્ટેશન(સામાન્યપણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું ગર્ભાશયના મુખ મારફતે બહાર આવે પરંતુ યારે પગ કે અન્ય ભાગ બહાર આવે તો બ્રીચ ડિલીવરી કહેવાય છે) માં છે. પ્રોટોકોલને અનુસરીને, ઇમેએમટી યોગેન્દ્રકુમારે ઓનલાઈન મેડિકલ ડિરેકશન માટે ડો. કલ્પેશનો સંપર્ક કર્યેા. તેમના માર્ગદર્શન હેઠળ પાયલોટ અજીતસિંહ ગોહેલ સહિત ઇ.એમ.ટી એ માતાને કાળજીપૂર્વક એમ્બ્યુલન્સમાં શિટ કરી હતી અને ટ્રીટમેન્ટ શ કરી.
ઇએમટી યોગેન્દ્રકુમારે ઓન–ટ જ માતાને આઈવી લાઇન લગાવી અને ઓકિસજન સ્ટાર્ટ કર્યુ હતું અને ડિલિવરીના બીજા ચિ઼ો માટે માતાની તપાસ શ કરી હતી. સગર્ભાની તપાસ કરતા બાળકની નાળ ગળામાં વીંટળાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી ૧૦૮ની ટીમે સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જોખમ રહેલું હોવાનું માલુમ પડતા એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની પ્રસુતિ કરાવવાનું નક્કી કયુ.
ઇએમટીએ બ્રીચ ડિલિવરી માટે જરી તૈયારીઓ કરી, એમ્બ્યુલન્સના હેલોજન લેમ્પને બાળકને હંફ આપવા માટે ચાલુ કર્યેા અને પાઇલટને વાહનને સલામત સ્થળે પાર્ક કરવાની સૂચના આપી હતી.
આ બ્રીચ ડિલીવરી માં બન્ર્સ–માર્શલ (માથુ ડિલીવર કરાવવાની)ટેકનીકનો ઉપયોગ કરીને બાળકના માથા સુધી ડિલિવરી કરાવી હતી. ગળા અને તેની આસપાસ નાળ વિટળાયેલ હતી. તેમ છતાં ઇએમટીએ કુશળતાપૂર્વક નાળ દૂર કરી અને સફળતાપૂર્વક બાળકને જન્મ અપાવ્યો હતો.
ડિલિવરી પછી, બાળક આખું ભૂં હતું અને રડું ન હતું. આથી ઇએમટીએ તરત જ એર–વે નું સકશન, બાળકને સાફ કયુ, નાળને કલેમ્પ્ડ કરી કાપી નાખી અને બાળકને હંફ માટે ધાબળામાં લપેટી દેવાયું હતું. બાળકનો એપીજીએઆર સ્કોર ૦ હોવાથી ઇએમટીએ બેગ– વાલ્વ– માસ્ક વેન્ટિલેશન અને સીપીઆર આપવાનું શ કર્યુ હતું. સતત સીપીઆર પછી બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ ૮૦ સુધી પહોંચી જતા ઇએમટીએ ૦૬ મિનિટ સુધી બીવીએમ વેન્ટિલેશન ચાલુ રાખ્યું હતું જે દરમિયાન બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ ૧૨૦ પર સ્થિર થયા હતા અને શ્વાસન દર મિનિટ દીઠ ૨૬ શ્વાસોચ્છવાસ થતા ઇએમટીએ પોતાની આવડતથી અને ઈઆરસીપી તબીબની સલાહ મુજબ એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આમ, ૧૦૮ની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવતા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી હતી.
સતત સંભાળ અને દેખરેખ પૂરી પાડા પછી, માતા અને બાળક બંનેને લગભગ ૨૦ કિમી દૂર એલજી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા. હેન્ડઓવર સમયે બંનેની હાલત સ્થિર હતી. એલજી હોસ્પિટલના પ્રા ગાયનેકોલોજિસ્ટે કહ્યું કે, આ દુર્લભ કેસોમાંનો એક છે. કારણ કે આવી પરિસ્થિતિઓમાં બચી જવાનું ૧૦ હજાર કેસમાંથી માત્ર ૦૧ કેસમાં જોવા મળે છે. તેમણે ૧૦૮ ટીમની તેમની અસાધારણ કાળજી અને સમયસર હસ્તક્ષેપ માટે પ્રશંસા કરી જેણે માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી.
હાલમાં માતા અને બાળક બંને એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓ સુરક્ષિત અને ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. આ વિકટ પરિસ્થિતિના સંચાલનમાં ૧૦૮ ટીમના અસાધારણ પ્રયાસોને હોસ્પિટલના સ્ટાફ દ્રારા ખૂબ બિરદાવવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application