રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા મુખ્ય જળ ક્રોત આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧ ડેમનું તો સૌની યોજના જોડાણ કરાયું જ છે પરંતુ હવે શહેરના વોટર વર્કર્સ ઝોનના પાણીના મોટા ટાંકાઓનું પણ સૌની યોજનાની પાઇપલાઇન સાથે સફળતા પૂર્વક જોડાણ કરવામાં આવ્યું છે. કયારેક કોઇ ટેકિનકલ ફોલ્ટ કે વિજતંત્રના શટ ડાઉનના કારણે ડેમમાંથી પાણી મળી શકે તેમ ન હોય તો સૌની યોજનાની નર્મદા લાઇનમાંથી સીધું જ પાણીના ટાંકામાં નર્મદાનીર ઠલવાઇ જાય જેથી પાણીકાપ મુકવો પડે નહીં. તદઉપરાંત વોટર એકસપ્રેસ ફીડર લાઇનના પ્રોજેકટના માધ્યમથી કોઈ પણ એક વિસ્તારના પાણીના ટાંકામાં સ્ટોરેજ કરાયેલું પાણી અન્ય વિસ્તારમાં સરળતાથી ટ્રાન્સફર પણ કરી શકાય છે, આ પ્રોજેકટ વોટર વર્કસ કમિટીના વર્તમાન ચેરમેન અને વોર્ડ નં.૮ના ભાજપના કોર્પેારેટર અશ્વિનભાઇ પાંભરના માર્ગદર્શન હેઠળ મ્યુનિ.ઇજનેરો દ્રારા સાકાર કરાયો હતો.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે અશ્વિનભાઇ પાંભરએ જણાવ્યું હતું કે, કુલ અઢી વર્ષમાંથી પ્રથમ એક વર્ષના કાર્યકાળમાં અનેકવિધ લોકભોગ્ય કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં શહેરીજનોને નિયમિત પૂરતા ફોર્સથી પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે .૨૨૬.૨૫ કરોડના વિકાસ કામો કરવામાં આવ્યાં હતા. શહેરના જુદા જુદા વોર્ડમાં પાણીની જુની પાઈપલાઇનના સ્થાને તબક્કાવાર ડીઆઇ પાઈપલાઈન નાખવાની કામગીરી ગતિમાં છે. વિશેષમાં અશ્વિનભાઇ પાંભરનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ–૨૦૨૧માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી જેમાં ચાલું ટર્મ ની પાંચ વર્ષની મુદત પૈકી સૌપ્રથમ અઢી વર્ષ માટે સેનિટેશન સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી ૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી સફળતાપૂર્વક સંભાળ્યા પછી બાકી રહેતી અઢી વર્ષની મુદત માટે નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવતા વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. વરણી થયાના એક વર્ષમાં શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તેવા હેતુથી કુલ .૨૨૬.૨૫ કરોડના લોકભોગ્ય કામો કરવામાં આવ્યા હતા.
વોટર વર્કસ પ્રોજેકટ વિભાગમાં છેલ્લા એક વર્ષમાં થયેલી કામગીરીની વિગતો જાહેર કરતા તેમણે જણાવ્યું હતું કે .૯૮.૧૩ કરોડના ખર્ચે અમૃત મિશન અંતર્ગત પીવાના પાણી માટે હેડવકર્સ તથા ડી.આઇ. પાઇપલાઇન અને એમ.એસ. પાઇપલાઇનના કુલ પાંચ કામ કરવામાં આવ્યા હતા. અમૃત મિશન અંતર્ગત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પમ્પિંગ સ્ટેશનના કામ કરવામાં આવ્યા હતા. શહેરના વોર્ડ નં.૧૧,૧૨,૧૩માં વસવાટ કરતા નાગરિકોને પૂરતા દબાણથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે જેટકો ચોકડી પાસે .૪૨ કરોડના ખર્ચે ૫૦ એમએલડી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ તથા ઇએસઆર. અને જીએસઆર (પાણીના ટાંકા)ની કામગીરી કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. .૧.૯૭ કરોડના ખર્ચે મોદી સ્કૂલથી સોજીત્રા પમ્પીંગ સ્ટેશન સુધી ૫૦૮ એમ.એમ.ડાયાની એમ.એસ. પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. .૨૭.૯૦ કરોડના ખર્ચે ન્યારી ડેમથી જેટકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ૧૦૧૬ એમ.એમ. ડાયાની એમ.એસ. પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. .૪.૪૪ કરોડના ખર્ચે વેસ્ટ ઝોન અંતર્ગતના ન્યારી ખાતે નવો ઇએસઆર બનાવવામાં આવ્યો હતો. .૧૭.૫૦ કરોડના ખર્ચે રૈયાધાર ખાતે આઠ એમએલડી કેપેસીટીના ટીટીપી બનાવવાનું તથા પાંચ વર્ષ સુધી કોમ્પ્રિહેન્સીવ જાળવણી અને ઓપરેશન અને મેઈનટેનન્સ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. .૬.૬૩ કરોડના ખર્ચે પુનિતનગરથી વાવડી હેડવકર્સ સુધી ૬૧૦ એમ.એમ. ડાયાની પાઇપલાઇન નાખવાનું કામ તેમજ .૧૩.૯૪ કરોડના ખર્ચે વેસ્ટ ઝોન અંતર્ગતના કુલ ૬ પંપીંગ સ્ટેશન પર ઇલેકિટ્રક–મિકેનીકલ મશીનરી ઓગમેન્ટેશન કરવાનું કામ કરવામાં આવ્યું હતું. .૬.૯૦ કરોડના ખર્ચે આજી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી દૂધસાગર પમ્પિંગ સ્ટેશન સુધી ૫૦૮ એમ.એમ. ડાયાની એમ.એસ. પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. .૮૮ લાખના ખર્ચે જુદા જુદા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ ઉપર ઘઈઊખજ જુતયિંળ એસઆઇટીસીનું કામ કરવામાં આવ્યું હતું. .૧.૦૨ કરોડના ખર્ચે પોપટપરા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પર ૧૧૦૦ એમ.એમ. એસ.એસ. પાઇપલાઇન બદલાવવાનું કામ કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech