ભારતે ગુરુવારે (12 સપ્ટેમ્બર)ના રોજ બાલાસોરના ચાંદીપુરમાં અત્યાધુનિક સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ (ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બપોરે 3:18 કલાકે આ પરીક્ષણ પૂર્ણ થયું હતું.
આ અગાઉ, મિસાઇલ પરીક્ષણને ધ્યાનમાં રાખીને, પરીક્ષણ સ્થળની નજીકના ગામડાઓમાંથી લોકોને અસ્થાયી શિબિરોમાં ખસેડવાનું કામ સવારે 6:00 કલાકથી શરૂ કરવામાં આવ્યું હતું. અસ્થાયી કેમ્પમાં આવતા લોકોની સુવિધા માટે 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી.
6 સપ્ટેમ્બરે કરાયું હતું અગ્નિ-4 મિસાઈલનું પરીક્ષણ
ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે પણ ભારતે ઓડિશામાં મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું નામ અગ્નિ-ફોર છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ પરીક્ષણ કર્યું હતું.
જણાવી દઈએ કે, અગ્નિ-IV મિસાઈલની એક મોટી ખાસિયત એ છે કે તે રડાર દ્વારા પકડાતી નથી. ત્યારે તે ઉડાન દરમિયાન ઉદભવતી ખામીઓને સુધારવા માટે પણ સક્ષમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech