ભાણવડ મામલતદાર કચેરીમાં ઇ-ધરા કચેરીમાં કેન્દ્ર ચાલુ કરવા કલેકટરને રજૂઆત

  • June 04, 2021 11:06 AM 

ખેડૂતોને પડતી હાલાકી નિવારવા તા.પ.ના પ્રમુખ દ્વારા કરાઇ રજૂઆત

ભાણવડ મામલતદાર કચેરીમાં તા. 1પ-4-2021 થી કોરોના મહામારીના હિસાબે ઇ-ધરા કેન્દ્ર બંધ કરવામાં આવેલ હતું, જેથી ખેડૂતોના જમીન અંગેના કાર્યો બિલકુલ ઠપ્પ થઇ ગયેલ છે.

હાલ ખેડૂતોના થોડા ધિરાણની કામગીરી ચાલુ હોય ખેડૂતોએ આ પાક ધિરાણની કામગીરીમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.

કોરોના સંક્રમણ મહદ અંશે કાબુમાં આવી રહેલ હોય જેથી મામલતદાર કચેરીનું ઇ-ધરા કેન્દ્ર ચાલુ કરવા ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ માલદેભાઇ રાવલીયા એ કલેકટરને એક લેખિત રજૂઆત કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS