વાગડિયા સિંચાઈ યોજના તથા રણજીત સાગર ડેમ તેમજ વચ્ચે આવતાં તળાવો અને ચેકડેમો ભરવા રજૂઆત

  • June 05, 2021 01:43 PM 

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પાઠવી દશર્વિી વાસ્તવિકતા

નર્મદા આધારિત સૌની યોજના લિંક-2માં જામનગર જિલ્લાની વાગડિયા સિંચાઈ યોજના તથા રણજીત સાગર ડેમ અને વચ્ચે આવતાં તળાવો અને ચેકડેમોમાં હાલમાં પાણીનો જથ્થો ઓછો છે. જો આ તળાવો અને ચેકડેમોમાં પૂરતાં પ્રમાણમાં પાણીનો જથ્થો હોય તો આ તળાવો અને ચેકડેમોના વિસ્તારના ખેડૂતોને ઉનાળુ સિંચાઈમાં અને ચોમાસાના આગોતરા વાવેતર તેમજ આ વિસ્તારના ગામના લોકોને પીવા માટે પણ ઉપયોગી થાય તેમ છે. આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે સિંચાઈ માટે આ તળાવો અને ચેકડેમો પર જ આધારિત છે.

જો આ તળાવો અને ચેકડેમોમાં પાણી હોય તો ખેડૂતો સિંચાઈ કરી શકે તેમ છે. જેથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ સૌની યોજનાની લીંક-2માંથી પાણી છોડી આ તળાવો અને ચેકડેમો ભરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પત્ર પાઠવી રજૂઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS