જામનગરમાં કોરોનાની રસીની અછત દૂર કરવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

  • May 19, 2021 11:45 AM 

ત્રીજી લહેર પહેલાં આગોતં આયોજન જરી: જામનગર ભાજપ શહેર પૂર્વ મંત્રી દ્વારા પત્ર પાઠવાયો

જામનગર સહિત ગુજરાતમાં કોરોના વિરોધી રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે જામનગર સહિત ગુજરાતમાં રસી ની અછત છે દરરોજ મર્યિદિત કેન્દ્રો ઉપર મર્યિદિત વ્યક્તિઓ ને જ રસી મુકવામાં આવી રહી છે સરકાર દ્વારા રસીકરણ કરવાની આ ગતિ ખુબજ ધીમી છે. જામનગર શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી જયેશભાઈ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સંયુકત રીતે ઈ-મેઈલ પાઠવીને રજૂઆત કરી છે.

હાલ જામનગર સહિત ગુજરાતમાં મહામારી કોરાનાએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને રોજ સંખ્યાબંધ માનવીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા રસી એ એક માત્ર ઉપાય માનવામાં આવી રહ્યો છે ત્યારે વધુ માં વધુ લોકોને વધુ માં વધુ ઝડપથી સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ રસી મળી રહે તે માટે સરકારે રસીનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરી અને ચુંટણી દરમિયાન જેમ દરેક વોર્ડના દરેક બુથમાં જેમ મતદાન મથક ઉભું કરવામાં આવે છે તેમ રસીકરણ કેન્દ્રો ઉભા કરી વધુ માં વધુ લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી વગર રસીકરણ કરવામાં આવે તો રસીકરણ ની કામગીરી ખુબજ ઝડપથી કરી શકાય અને કોરોના સામે રક્ષણ મેળવી શકાય.

જામનગર સહિત ગુજરાતમાં જો પૂરતા પ્રમાણમાં લોકોનું રસીકરણ નહીં થાય તો નજીક ના ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી હશે તેની કલ્પના માત્ર ધ્રુજાવી દે તેવી છે વર્તમાન પત્રો ના સમાચાર મુજબ કોરોના ની હાલ  બીજી લહેર ચાલુ છે અને નજીક ના ભવિષ્યમાં ત્રીજી લહેર આવશે તો આ અતિ ઘાતકી ત્રીજી લહેરથી લોકોને બચાવવા વધુ ને વધુ લોકોનું રસીકરણ કરવું ખુબજ જરૂરી છે સાથે સાથે આ  ત્રીજી લહેર સામે ટકી રહેવા સરકારશ્રીએ મેડિકલ ક્ષેત્રે પણ પુરતુ આયોજન કરવું જોઈએ જેથી કોઈ પણ પ્રકાર ના મેડિકલ સાધનો ની અછત ન સર્જાય અને લોકો ને તાકીદે સારવાર મળી રહે.સૌપ્રથમ લોકો માં રસી અંગે પુરતી જાગૃતતા ન હતી અને હવે લોકો સ્વેચ્છાએ રસી લેવા તૈયાર છે ત્યારે સરકાર રસીકરણ માટે પુરતી વ્યવસ્થા કરે તેવી રજૂઆત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS