બધા શનિવાર બેંક હોલીડે રાખવાની બેંકો દ્રારા નાણામંત્રાલયને રજૂઆત

  • December 06, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતની બેંકોએ તમામ શનિવારને બેંકિંગ રજા તરીકે જાહેર કરવાની દરખાસ્ત કરી છે, કેન્દ્રીય નાણા મંત્રાલયે આજે સંસદમાં પુષ્ટ્રિ કરી છે. ભારતની તમામ બેંકોની પ્રતિનિધિ સંસ્થા ઇન્ડિયન બેંકસ એસોસિએશન (આઇબીએ) એ પાંચ દિવસના કાર્ય સાહના અમલીકરણની માંગ કરી છે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં, નાણા રાય મંત્રી ભગવત કરાડે જણાવ્યું હતું કે આઇબીએ આ અંગેની એક દરખાસ્ત રજૂ કરી હતી.

૨૦૧૫ થી, ભારતમાં બેંકો દર મહિનાના બીજા અને છેલ્લા ચોથા શનિવારે જાહેર રજા તરીકે બધં રહે છે. પાંચ–દિવસના કાર્ય સાહની માંગ બેંકોમાં, ખાસ કરીને જાહેરમાં લાંબા સમયથી ચાલી રહી છે. આઇબીએ સદસ્યતામાં ભારતની તમામ જાહેર અને ખાનગી બેંકો, વિદેશી બેંકો કે જેઓ ભારતમાં ઓફિસ ધરાવે છે, તેમજ તમામ સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. બેંકિંગ ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓની સંખ્યા ૧.૫ મિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. નાણા મંત્રાલયના જવાબમાં આ માંગણી સ્વીકારવામાં આવી છે કે કેમ અથવા તે નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે થઈ શકે છે તે દર્શાવ્યું નથી. જો સ્વીકારવામાં આવે તો પાંચ દિવસના કામકાજના સાહ દરમિયાન વધારાના કલાકો સાથે આ પગલું આવી શકે છે, એમ સૂત્રોએ ઉમેયુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application