હરસિઘ્ધિ ગૌ-સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ગૌ-હત્યા અંગે ગુનો દાખલ કરવા રજૂઆત

  • May 11, 2021 12:57 PM 

ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ મકવાણાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી: પોલીસે નિવેદન લઇ હાથ ધરેલી કાર્યવાહી

જોડિયા તાલુકાના સોયલ, નથુવડલા રોડ પર આવેલ શ્રી હરસિઘ્ધિ ગૌસેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ ગૌશાળાની ગાયનું ઝેરી પદાર્થના કારણે મૃત્યુ નિપજ્યાના કિસ્સામાં ટ્રસ્ટ દ્વારા ધ્રોલ પોલીસમાં આ અંગે ગૌ હત્યાનો ગુનો નોંધવા ફરિયાદ અરજી કરી છે, જે સંદર્ભે પોલીસે ફરિયાદીનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ ગૌ હત્યાના આ બનાવના પગલે ગૌ રક્ષકોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

ધ્રોલ તાલુકાના નેસડા પાસે આવેલ સોયલ નથુવડલા રોડ પરની શ્રી હરિસિઘ્ધિ ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા લાંબા સમયથી મુંગા, અબોલ પશુઓને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, ગૌશાળામાં ગાયો માટે સેવાકિય પ્રવૃતિ અવિરત કાર્યરત રાખવામાં આવી છે, ગૌશાળાની આ પ્રવૃતિથી ખીન્ન થઇ નથુવડલા ગામની સીમમાં આવેલ શેઢાપાડોશીએ થોડા સમય પહેલા ઝેરી પદાર્થ નાખી ગાયોને તેમના ખેતરમાં નહીં આવવા માટેનું કૃત્યુ આચર્યું હતું.

જેમાં એક ગાયને ઝેરી પદાર્થની અસર થવાથી તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું અને આ બનાવ વેળાએ શેઢાપાડોશીએ ટ્રસ્ટના હોદ્દેદારોની માફી પણ માંગી હતી, તેમ છતાં તેઓ દ્વારા પુન: આવું કૃત્ય આચરવાની સાથે તેમના ખેતરની ફરતે પ થી 6 ફૂટના ખાડા ખોદી નાખ્યા હોય, જેથી ગાયો તેમાં ખાબકતા ઇજાગ્રસ્ત થવાની સાથે ઝેરી પદાર્થ આરોગવાથી ગાયોની તબિયત લથડતી જતી હોવાની ચોંકાવનારી ફરિયાદ અરજી ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે, જેમાં ગૌ હત્યા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

આ સંદર્ભે ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. કે.ડી. કામરીયાએ ફરિયાદી રમેશભાઇ બીજલભાઇ મકવાણાનું આ અંગે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, નથુવડલા રોડ પરની ગૌશાળામાં ગાયોને મારી નાખવાના આવા નિર્મમ કૃત્યની જાણ ગૌરક્ષકોમાં થતાં ભારે રોષની લાગણી પ્રસરી થવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS