ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર લોકો પરંપરાગત પોશાક પહેરીને બાપ્પાની પૂજા કરે છે. જો આ ગણેશ ચતુર્થીએ લુકને કંઈક અલગ અને ખાસ બનાવવા માંગો છો, તો મહારાષ્ટ્રીયન સ્ટાઈલની સાડી એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આનાથી ટ્રેડીશનલ સ્ટાઇલ તો તો મળશે જ પરંતુ બાપ્પાની પૂજા દરમિયાન પોતાને મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ સાથે પણ જોડી શકશો. આ ગણેશ ચતુર્થીએ મહારાષ્ટ્રીયન સ્ટાઈલની સાડી કેવી રીતે સ્ટાઈલ કરી શકાય.
ગણેશ ચતુર્થી પર આ રીતે અપનાવો મહારાષ્ટ્રીયન લુક
સાડીની પસંદગી: ગણેશ ચતુર્થી માટે માત્ર નવ્વારી (9 ગજ) અથવા પૈઠણી સાડી પસંદ કરો. આ મહારાષ્ટ્રીયન સ્ટાઈલની સાડીઓ છે. આ સાડીઓ સામાન્ય રીતે સિલ્ક અથવા કોટનની હોય છે. તેમાં પરંપરાગત બોર્ડર અને પેટર્ન બનાવવામાં આવે છે.
ડ્રેપિંગ સ્ટાઈલ: મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં સાડીને પહેવાની રીત થોડી અલગ છે. પ્લીટ્સ બનાવો અને તેને યોગ્ય રીતે પહેરો. તો જ ટ્રેડિશનલ લુક મળશે.
જ્વેલરીની યોગ્ય પસંદગી: આ લુક માટે નથ, બંગડીઓ, બાજુબંધ અને કમરપટ્ટી જેવી પરંપરાગત મહારાષ્ટ્રીયન જ્વેલરી પસંદ કરો. તેનાથી લુક કમ્પ્લીટ થશે.
પરંપરાગત હેર સ્ટાઈલઃ પરંપરાગત મહારાષ્ટ્રીયન સ્ટાઈલ માટે, વાળને પાછળના ભાગે બનમાં બાંધીને તેની સાથે ગજરો નાખવામાં આવે તો ખૂબ જ સુંદર લાગશો.
મેકઅપઃ આ દિવસે હળવો અને કુદરતી મેકઅપ કરો. આંખો પર કાજલ અને હોઠ પર મરૂન અથવા લાલ લિપસ્ટિકનો ઉપયોગ કરો.
ફૂટવેર: મહારાષ્ટ્રીયન લુક માટે સાડી સાથે કોલ્હાપુરી ચંપલ પહેરો. જે લુકને પૂર્ણ કરવામાં મદદ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech