પોરબંદરમાં અળસિયાના ખેતરની વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત

  • October 07, 2024 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છાંયાની પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અળસિયાની મદદથી બનતા ખાતરના ખેતરની મુલાકાત લીધી હતી.
છાંયાની પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રતનપર અને ઓડદર ગામની વચ્ચે આવેલી એક સુંદર મજાની  અળસિયાની મદદથી બનતા ખાતરના ખેતરની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ખેતરનાં માલિક અને ખાતર બનાવતા જીતેન્દ્રભાઈ ડાભી દ્વારા ખાતર બનાવવાની રીત વિશે સુંદર માહિતી આપી હતી. અલગ-અલગ ભાગોમાં છાણીયું ખાતર નાખવામાં આવે છે એમાં બહારથી મંગાવી ૧૦ થી ૨૦ કિલો અળસિયા ઉમેરવામાં આવે છે અને સમયાંતરે ૭૦૦ થી ૭૫૦ કિલોગ્રામ ખાતર બને છે તથા બહાર ખેતીમાં ઉપયોગ માટે વહેંચવામાં આવે છે.આ વિઝિટ દરમિયાન દરેક  વિદ્યાર્થીએ  અળસિયા હાથમાં લઈને અનુભવ કર્યો ખાતરની માહિતી મેળવીને પોતાના અંદર રહેલા પ્રશ્ર્નો વિશે ચર્ચા કરી હતી.આ તકે રવજીભાઈ  જોષીએ પણ યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતુ.આ સમગ્ર મુલાકાત માટે એક્સપર્ટ  તરીકે  રાજેશભાઈ જોષીએ ચર્ચા કરી હતી તેમના દ્રારા પરવાનગી આપી અને મુલાકાત કરવા અવસર આપ્યો એ બદલ શાળા પરિવાર દ્વારા આભાર માન્યો હતો.સમસ્ત કાર્યક્રમ માટે  આચાર્યા  હીરલબેન દાસાના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન શિક્ષક  મૌલિક જોષી,અલ્કાબેન ઠાકર,નુંતનબેન મહેતા,શિલ્પાબેન થાનકી અને અરજનભાઈ બળેજાએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application