પોરબંદર નગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશને ઉગ્ર બનાવવામાં આવી છે ત્યારે નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શહેરની એકમાત્ર યુવાનો અને યુવતીઓ માટેની કો-એજ્યુકેશન ગ્રાન્ટેડ કોલેજ કે.એચ. માધવાણી કોલેજનો ૬૮ લાખ પિયાનો વેરો અને ૪ લાખ પિયા વ્યાજ ભરવામાં નહી આવતા નગરપાલિકાના તંત્રએ કેટલાક સમય પહેલા પ્રિન્સિપાલની ઓફિસને સીલ મારી દીધુ હતુ અને ત્યારબાદ પણ પાછળના દરવાજેથી સ્ટાફ અવરજવર કરી રહ્યો છે અને વહીવટી કામગીરી પણ થઇ રહી છે તેવી નગરપાલિકાના તંત્રને માહિતી અપાતા ગઇકાલે પાછળનો દરવાજો પણ સીલ મારી દેવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓેએ સમૂહમાં રામધુન બોલાવી રોષ વ્યકત કર્યો હતો. જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદર નગરપાલિકાના તંત્રએ વેરાની વસુલી માટેની કામગીરીને વેગ આપીને અનેક મિલ્કતોને સીલ કરી છે ત્યારે નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ગ્રાન્ટેડ કે.એચ.માધવાણી કોલેજને પણ સીલ મારવાની સૂચના અપાતા વિદ્યાર્થીઓના હિતમાં નવું શૈક્ષણિક સત્ર શ થયુ ત્યારે પ્રિન્સિપાલની ચેમ્બરને સીલ મારવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય નહી તે માટે નગરપાલિકાના તંત્રએ આ નિર્ણય લીધો હતો. દરમ્યાનમાં બે દિવસ પહેલા કોઇ વ્યક્તિએ માધવાણી કોલેજમાં જઇને તપાસ કર્યા બાદ ચીફ ઓફિસરને એવી ફરિયાદ કરી હતી કે પ્રિન્સિપાલની ચેમ્બરના બીજા દરવાજેથી અવરજવર ચાલુ છે તેથી તપાસ થવી જોઇએ. આથી ચીફઓફિસરે તાત્કાલિક સુચના આપીને નગરપાલિકાના હાઉસટેકસ ઇન્સ્પેકટરને ત્યાં જવાનું જણાવતા હાઉસટેકસ ઇન્સ્પેકટર વિપુલભાઇ ભટ્ટ તેમની ટીમ સાથે ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતા પાછળનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી અવરજવર થતી હોવાનું માલુમ પડયુ હતુ માટે એ દરવાજાને સીલ મારવા સહિત સ્ટાફમને પણ સીલ મારવામાં આવ્યુ હતુ.
પોરબંદર નગરપાલિકાના તંત્રએ વિદ્યાર્થીઓના હિતમાં સમગ્ર કોલેજને સીલ માર્યુ નથી. દરમ્યાનમાં ગુરુવારે સવારે કેટલાક વિદ્યાર્થીઓએ સમૂહમાં રામધુન બોલાવી હતી અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઇને સીલ ખોલી નાખવામાં આવે તેવી માંગ કરી હતી. નગરપાલિકાના ચીફઓફિસર દ્વારા પણ આ મુદ્ે કાર્યવાહી થનાર છે અને તેઓ પણ માધવાણી કોલેજ ખાતે બપોરે જશે તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech