બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા ગઈકાલે ઘરેથી મહેંદી મૂકવા માટે ગઈ હતી. બાદમાં અહીં તેની સહેલીના મોબાઈલમાંથી તે રૈયા રોડ પર રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતા તેના મિત્ર જે પણ સગીરભાઈનો હોય તેની સાથે સ્નેપચેટમાં વાત કરતી હોય મિત્રએ વેલેન્ટાઈન ડે હોય જેથી ફરવા જવા માટેનું કહ્યું હતું. જેથી સગીરાએ હા કહી હતી. બાદમાં આ સગીર કાર લઇ તેને તેડવા આવ્યો હતો જેમાં અગાઉથી તેના બે મિત્રો બેઠા હોય જેથી સગીરા કારમાં તેની સાથે ગયા બાદ આરોપીએ તેના બંને મિત્રોને રૈયા રોડ પર ન્યારા પેટ્રોલ પંપ પાસે આવાવરૂ સ્થળે પહોંચતા તેણે બંને મિત્રોને નાસતો લેવા માટે મોકલી દીધા હતા. બાદમાં કાળા કલરની કાળા કાચ વાળી આ વર્ના કારમાં પાછલી સીટ પર તેણે સગીરા પર દુષ્કર્મમાં આચર્યું હતું અને ધમકી આપી હતી કે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ.
દીકરી મહેંદી મુકવા માટે ગયા બાદ પરત ફરી ન હોય જેથી પરિવારજનો જનોએ તેની શોધ શરૂ કરી હતી. તે જ્યાં મહેંદી મુકાવ ગઈ હતી તે સહેલીને પૂછતા તેણે કહ્યું હતું કે, તે અહીંથી નીકળી ગઈ છે. બાદમાં તેની અન્ય એક સહેલીને પૂછી તેનો મોબાઈલ જોતા તેમાં આ દીકરી આરોપી સાથે સ્નેપચેટમાં વાતચીત કરતી હોવાના મેસેજ જોવા મળ્યા હતા. જેથી આ નંબર પર કોલ કરતા સગીરાએ ફોન ઉઠાવ્યો હતો જેથી તેના પિતાએ તું ક્યાં છે? તેમ પૂછતા તેણે હું અટલ સરોવર પાસે મારી સહેલી સાથે છું તેમ કહ્યું હતું પિતાએ સહેલી સાથે વાત કરવાનું કહેતા તેણે ફોન કાપી નાખ્યો હતો. બાદમાં આરોપી તેને તેની સહેલીના ઘરે મૂકી ગયો હતો. જ્યાં દીકરીનો પરિવાર પણ પહોંચી ગયો હતો.માતા પિતાએ દીકરીને પૂછતા અંતે સગીરાએ પોતાના સાથે બનેલી આ ઘટનાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ સગીરાની માતાએ આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે દુષ્કર્મ,પોકસો,અપહરણ,ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દુષ્કર્મ આચારનાર આરોપી ધો. 11 માં અભ્યાસ કરતો હોવાનું તેમજ ભોગ બનનાર સગીરા ધો.૯ અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી ધો. 11ના આ વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. જ્યારે કારમાં સવાર તેના બંને મિત્રોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, સગીરા પર દુષ્કર્મ આચારનાર આરોપીની સગીરાના ઘર પાસે આવેલા બગીચામાં બેઠક હોય તે અહીં તેના મિત્રો સાથે બેસવા આવતો હતો. દરમિયાન સગીરા અહીંથી પસાર થતી હોય બંને વચ્ચે પરિચય થયા બાદ મિત્રતા થઈ હતી.
સંબંધીના લગ્ન હોય માટે સગીરા મહેંદી મુકાવવા ઘરેથી નીકળી હતી
દુષ્કર્મના આ બનાવમાં એવી હકિકત જાણવા મળી હતી કે, 14 વર્ષની દીકરી સંબંધીના લગ્ન હોય જેથી ઘરેથી સહેલીના ઘરે મહેંદી મુકાવવા માટે નીકળી હતી. દરમિયાન આરોપી અહીં સ્નેપચેટમાં તેની સાથે વાત કરી તેને મળવા માટે બોલાવી દુષ્કર્મમાં આચર્યું હતું.
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતો મિલન રાજેન્દ્રભાઈ દાવડા(ઉ.વ 25) નામનો શખસ આ જ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને તા. 13 ના વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે એકટીવા પર લઈ ગયો હતો. બાદમાં બંને એકટીવા પર જ અમદાવાદ પહોંચ્યા હતા. દીકરી ઘરે પરત ફરી ન હોય તેના પરિવારજનો તેની શોધખોળ કરતા હતા. સીસીટીવીમાં મિલન નજરે પડતા તેના પર શંકા ગઈ હતી અને બાદમાં પોલીસને જાણ કરી હતી. દરમિયાન બંને અમદાવાદથી પરત ફરતા પોલીસે આરોપી મિલનની ધરપકડ કરી હતી. આરોપી તા.13 ના સગીરાને અહીંથી લઈ ગયા બાદ બંને અમદાવાદ ગયા હતા આ દરમિયાન તેણે સગીરા સાથે અડપલાં કર્યા હોય પોલીસે આરોપી સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech