રાજકોટની ભાગોળે કુવાડવા ગામના પાટિયા પાસે એસ.ટી.બસની ઠોકરે ત્રણ છાત્રાઓ ચડી જતા ધો.૧૦ની છાત્રા ઉપર બસનો જોટો ફરી જતા ઘટના સ્થળે જ કમકમાટીભયુ મોત નીપયું હતું. જયારે અન્ય બે છાત્રોને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવી હતી. છાત્રા જે બસમાં અભ્યાસ અર્થે અપડાઉન કરતી હતી એજ બસની ઠોકરે ચડી ગયાનું સામે આવ્યું છે. આશાસ્પદ પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પ્રા વિગત મુજબ વાંકાનેરના ખખાણાં ગામે રહેતી અને કુવાડવા ગ્રામ પંચાયત હસ્તકની શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરતી અંજુ ધનજીભાઈ ગઢાદરા (ઉ.વ.૧૫)ની અને તેની સાથેની છાત્રાઓ રિંકલ અને હેતલ ગઈકાલે બપોરે શાળાએથી છૂટીને વાંકાનેર ચોકડીએ એસ.ટી.ની રાહ જોઈને ઉભા હતા ત્યારે જીજે ૧૮ ઝેડ ૬૪૯૬ નંબરની રાજકોટ–વાંકાનેર ટની એસટીના ચાલકે ત્રણેય વિધાર્થીનીઓને અડફેટે લેતા રોડ પર પટકાઈ હતી જેમાં અંજુ ઉપર કમરના ભાગે બસનો જોટો ફરી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું,. જયારે અન્ય બે છાત્રોને સારવાર માટે ખસેડવામાંઆવી હતી. બનાવના પગલે ગ્રામજનો સરપચં સહિતના દોડી ગયા હતા. અને પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અંજુ બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી, પિતા રાજકોટ એચ.જે.સ્ટીલમાં નોકરી કરે છે. પોલીસે છાત્રાના પિતાની ફરિયાદ પરથી બસ ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMજામનગર શહેરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડી પાડતી LCB પોલીસ
May 14, 2025 11:15 AMહવે દર વર્ષે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવાશે
May 14, 2025 11:13 AMઅગ્રણી મીડિયા હાઉસની સાથે જોડાયેલા જૂથો પર ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા
May 14, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech