જૂનાગઢમાં મેડીકલમાં પ્રવેશ ન મળતાં વિધાર્થીનીનો આપઘાત

  • August 19, 2024 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં રહેતી આશાસ્પદ યુવતીને નીટની પરીક્ષામાં બે વખત પ્રયાસ કરવા છતાં ઓછા માકર્સ મળતા મેડિકલમાં પ્રવેશના મળવાને કારણે ૧૮વર્ષની આશાસ્પદએ હાઈરાઈઝ બિલ્ડીંગના ૧૩માં માળેથી ઝંપલાવી મોત મીઠું કરતા યુવતીના પરિવારજનોમાં શોકનું મોજુ છવાયું છે.જન્મદિવસની ઉજવણી કર્યા બાદ આઈસ્ક્રીમ લેવા ગયેલી યુવતી મોડી રાત સુધી ઘરે ન આવતા તપાસ બાદ સમગ્ર મામલો સામે આવતા અરેરાટી ફેલાઈ હતી અને પોલીસે હાલતો  અકસ્માતે મોત થયાનું નોંધી વધુ તપાસ સી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
આ અંગે સી ડિવિઝન માંથી પ્રા વિગત મુજબ જૂનાગઢના મધુરમ શ્રીનગરમાં રહેતા જીતેશભાઈ વાઘેલાની પુત્રી વ્રીતિ  (ઉં.વ૧૮) ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ બાદ નીટની પરીક્ષામાં બે વખત પ્રયાસ છતાં માકર્સ ઓછા આવતા મેડિકલમાં પ્રવેશ ન મળતા વિધાર્થીને લાગી આવ્યું હતું. તા.૧૭ ના યુવતીનો જન્મદિવસ હતો અને પરિવારજનો એ  જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. રાત્રે આઈસ્ક્રીમ લેવા જવાનું કહી મધરાત્રિ સુધી પરત આવી ન હતી જેથી પરિવારજનો ચિંતાતુર થઈ તપાસ કરતા ઘર પાસે આવેલા બાલાજી એવેન્યુ રેસીડેન્સીના ૧૩ મા માળેથી કુદકો લગાવી મોત મીઠું કર્યાનું સામે આવતા પરિવારજનોમાં શોકનુ મોજું છવાયું છે.ગઈકાલે સાંજે  યુવતીની અંતિમયાત્રા નીકળી હતી.સમગ્ર બનાવ અંગે વધુ તપાસ સી ડિવિઝન પીએસઆઇ વણઝારાએ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application