શેરબજારમાં થઈ જોરદાર રિકવરી: સેન્સેકસમાં ૧૧૪૭ પોઈન્ટના કડાકા બાદ ૬૭૯નો ઉછાળો

  • December 13, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. સેન્સેકસમાં ગઈકાલના બંધની સરખામણીમાં દિવસ દરમિયાન ૧૧૪૭ પોઈન્ટ ઘટા બાદ ૬૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેકસ ૬૭૯.૮૫ પોઈન્ટ અથવા ૦.૭૭ ટકાના વધારા સાથે ૮૧,૯૬૯.૮૫ પર અને નિટી૫૦માં પણ ૨૫૦ પોઈન્ટના કડાકા બાદ ૦.૬૩ ટકા અથવા ૧૫૫.૩૦ પોઈન્ટના વધારા સાથે ૨૪,૭૦૪ પર ટ્રેડ થયો હતો.
ભારતી એરટેલનો શેર ૪ ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થયા હતા. સેન્સેકસની ટોચની ૩૦ કંપનીઓમાં ૨૫ કંપનીઓના શેર લીલા નિશાન પર ટ્રેડ થયા હતા. ટાટા સ્ટીલના શેર ૧ ટકાના ઘટાડા સાથે અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર એક ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
સેન્સેકસની ૩૦ મોટી કંપનીઓમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, એકિસસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઘટા હતા. ભારતી એરટેલ, નેસ્લે, અદાણી પોટર્સ અને હિન્દુસ્તાન યુનિલિવર વધ્યા હતા.
એકસચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુવારે . ૩,૫૬૦.૦૧ કરોડની ઇકિવટી વેચી હતી. રિટેલ ફુગાવો નવેમ્બરમાં ઘટીને ૫.૪૮ ટકા થયો હતો અને મુખ્યત્વે ખાધપદાર્થેાના ભાવમાં ઘટાડો થવાને કારણે આ ઘટાડો આવ્યો હતો.
કન્યુમર પ્રાઇસ ઇન્ડેકસ આધારિત હેડલાઇન ફુગાવો ઓકટોબરમાં ૬.૨૧ ટકા અને નવેમ્બર ૨૦૨૩માં ૫.૫૫ ટકા હતો. ગુવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, મુખ્યત્વે માઇનિંગ, પાવર અને મેન્યુફેકચરિંગના નબળા પ્રદર્શનને કારણે ભારતનો ઔધોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઓકટોબર ૨૦૨૪માં વાર્ષિક ધોરણે ૩.૫ ટકા જેટલો ધીમો પડો હતો.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, બજારને જે વસ્તુ ટેકો આપી રહી છે તે ફુગાવામાં ઘટાડો છે. એશિયન બજારોમાં, ટોકયો, શાંઘાઈ અને હોંગકોંગમાં નુકસાન નોંધાયું હતું, યારે સિઓલમાં વધારો નોંધાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application