રાજકોટ શહેરના વ્યાપાર ઉધોગ જગતની ૭૦ વર્ષ જુની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સંસ્થાકિય બંધારણ બદલાવી તેમાં નિતી વિષયક ફેરફારો કર્યા બાદ ચેરિટી કમિશ્નર સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવા માટે ભાજપના ઇશારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવા આક્ષેપો સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના તમામ કોર્પેારેટરો અને શહેર કોંગ્રેસના તમામ હોદેદારો દ્રારા સખ્ત વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે. વર્ષ–૧૯૫૪મા સ્થપાયેલી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું ૭૦ વર્ષ સુધી રજિસ્ટ્રેશન ન કરાવ્યું અને હવે અચાનક રજીસ્ટ્રેશન કેમ યાદ આવ્યું ? તે મામલે નોટીસ ફટકારવા ચેરિટી કમિશનરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ ચેરિટી કમિશનરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યુ છે કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું ચેરિટી કમિશ્નર કચેરીમાં રજિસ્ટ્રેશન થવા જઇ રહયું છે તેની સામે રાજકોટ શહેર કોંગ્રેસને કોઇ વાંધો નથી પરંતુ રાજકોટ ચેમ્બરનું બંધારણ ભાજ૫ના ઇશારે બદલવામાં આવી રહયું છે તેની સામે કોંગ્રેસનો વાંધો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ચેરિટી કમિશ્નર કચેરીમાં રજિસ્ટર્ડ થતા ઉલટું સા થશે હવે સામાન્ય વેપારીઓ અને ઉધોગપતિઓ પણ ચેમ્બરમાં ચાલતા નાણાંકિય વહીવટ, આવક–જાવક, ખર્ચના હિસાબો જોઈ વાંચી–જાણી શકશે. તદઉપરાંત રજિસ્ટર્ડ ચેમ્બર રાઇટ ટુ ઈન્ફોર્મેશન એકટના દાયરા હેઠળ પણ આવી જશે. સમગ્ર મામલામાં કોંગ્રેસને વાંધો એ બાબતે છે કે સભ્યપદ અંગેના નિયમો, ચુંટણી લડવા અંગેના તેમજ ચુંટણી પ્રક્રિયા અંગેના નિયમો તેમજ હોદેદારોની મુદત અંગેની સમય મર્યાદા સહિતની બાબતોમાં ગંભીર ચેડા અને નીતિ વિષયક બંધારણીય ફેરફારો કરીને ભાજપ ઇચ્છે તે લોકો જ ચુંટણી લડી શકે તેવા ફેરફારો થવાની શંકા–શકયતા છે.
રજુઆતમાં ઉમેયુ છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવ ભાજપના કાર્યકર્તા હોય તેઓ રાજકોટ ચેમ્બરના સંસ્થાકિય બંધારણ વિધ્ધ ચેમ્બર ઓફ કોમર્સમાં ભાજપના ઈશારે રાજકીય પ્રવૃતિ કરી રહયા છે તેવો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનો ખુલ્લો આક્ષેપ છે. એકંદરે ચેરિટી કમિશ્નર સમક્ષ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી અતુલ રાજાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાની એવી માંગણી છે કે ચેમ્બર ઓફ કોમર્સનું રજિસ્ટ્રેશન કરતા પૂર્વે તેનું નવરચિત બંધારણ ચેમ્બરના દરેક સામાન્ય સભ્યોને તેના સરનામે વિનામૂલ્યે મોકલવા ફરજ પાડવામાં આવે. ખાસ કરીને ૭૦ વર્ષ પૂર્વે જે વેપારી મહાજનો–ઉધોગપતિઓએ સંસ્થાકિય બંધારણ તૈયાર કર્યુ હતું તેનો મૂળભૂત હેતુ માર્યેા જાય તેવા ફેરફારો ન કરાય તેમજ મુળભુત બંધારણ યથાવત રાખી સાંપ્રત સમયને અનુપ ફેરફારો જ થાય તે જોવાની આપની કક્ષાએથી તકેદારી લેશો. રાજકોટનું ચેમ્બરનું બંધારણ બદલવા માટે તા.૩૦–૯–૨૦૨૪ના રોજ એન્યુઅલ જનરલ મિટિંગ યોજવામાં આવનાર છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના બંધારણમાં જો મુળભુત બંધારણનો છેદ ઉડી જાય તેવા લોકશાહી વિધ્ધના ફેરફારો થશે તો આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કાનુની લડત પણ આપશે જેની નોંધ લેવા અંતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech