એશિયાના સૌથી શક્તિશાળી વાવાઝોડા સુપર ટાયફૂન યાગીએ આજે ઉત્તર વિયેતનામમાં લેન્ડફોલ કર્યું હતું, શનિવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 1 વાગ્યાની આસપાસ ઉત્તર વિયેતનામના ટાપુ જિલ્લાઓને અથડાતાં, કેન્દ્રની નજીક 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંક્યો હતો. વિયેતનામનું દરિયાકાંઠાનું શહેર હૈફોંગ પવનથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. શહેરના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તોફાનના કારણે ચીનમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને લગભગ 100 લોકો ઘાયલ થયા છે.
200+ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચીનમાં ત્રાટકેલા આ સુપર વાવાઝોડું યાગીને 2024નું સૌથી શક્તિશાળી વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે. 1 કરોડથી વધુ લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે 8 લાખ 30 હજારથી વધુ ઘરો પ્રભાવિત થયા છે. આ તોફાનના કારણે 2 લોકોના મોત થયા છે જ્યારે 92 લોકો ઘાયલ થયા છે. તેણે ચીનના દક્ષિણ પ્રાંતો અને આસપાસના વિસ્તારોમાં એવી પાયમાલી મચાવી છે કે શાળાઓ, બીચ હોટલ, વ્યવસાયો, ફ્લાઇટ્સ અને બોટ સેવાઓ તમામ બંધ કરવી પડી હતી.
સુપર વાવાઝોડું યાગીના આગમનની ચેતવણી જાહેર કર્યા પછી તેના દરિયાકિનારા અને ભવ્ય હોટેલ્સ માટે પ્રખ્યાત આ ટાપુની ફ્લાઇટ્સ અને બોટ, સ્ટીમર અને યાટ સેવાઓ બંધ કરવી પડી હતી. 1 કરોડથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં તાળાબંધી કરવામાં આવી હતી. હેનાનમાં યાગી અથડાયા પછીનું દ્રશ્ય ઘણું ભયાનક હતું. રસ્તાઓ અને મકાનો પર વૃક્ષો ધરાશાયી જોવા મળ્યા હતા. પાણી ભરાયા બાદ ઈમરજન્સી ટીમ લોકોને બચાવી રહી હતી.
સરકારે જણાવ્યું હતું વિયેતનામ દરિયાકાંઠાના નગરોમાંથી લગભગ 50,000 લોકોને બહાર કાઢ્યા અને 450,000 સૈન્ય કર્મચારીઓને તૈનાત કર્યા હતા.
ઉત્તરમાં સૌથી વ્યસ્ત હનોઈની નોઈ બાઈ સહિત 300 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. રાજધાની હનોઈ સહિત 12 ઉત્તરી પ્રાંતોમાં હાઈ સ્કૂલો પણ બંધ કરવામાં આવી હતી.
વિયેતનામના દરિયાકાંઠાના નગરોમાંથી લગભગ 50,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને લોકોને ઘરની અંદર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. રાજધાની હનોઈ સહિત 12 ઉત્તરી પ્રાંતોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech