જામનગરમાં કોવિડ હોસ્પિટલ સહિત જી.જી.માં નર્સિંગ સ્ટાફની હડતાલ

  • May 18, 2021 11:58 AM 

પોલીસ દ્વારા સમજાવટ કરાતા સ્ટાફ ત્યાંથી નીકળી ગયો પરંતુ હડતાલ ચાલું રહેશે : ઘરે રહી અને ફરજથી દુર રહી વિરોધ ચાલું રખાશે: કોવીડ સહિતના તમામ વોર્ડમાં નર્સિંગ સ્ટાફની ગેરહાજરી: પોલીસ સાથેની ચકમક બાદ 700 કર્મચારીઓ ઘેર જતાં રહ્યા: ટ્રોમા અને ઇમરજન્સી વિભાગમાં સેવા અવિરત

જામનગરની કોવિડ-જી.જી.હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા આરંભવામાં આવેલી હડતાલના ભાગપે આજે વહેલી સવારે એકત્રીત થયેલા નર્સિંગ સ્ટાફે ધરણાનો કાર્યક્રમ યોજયો હતો અને હડતાલ અવિરત જારી રાખી હતી, દરમ્યાન પોલીસે હડતાલ પર ઉતરેલા આગેવાનો સાથે હડતાલ સમેટી લેવા સમજાવ્યા હતાં, જેના પગલે હડતાલ પર ઉતરેલા સ્ટાફના આગેવાનો દ્વારા સ્થળ પર હાજર રહેવા અને અન્ય 700 જેટલા કર્મચારીઓને ઘર બેસી વિરોધ પ્રદર્શીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેના પગલે ટ્રોમા અને ઇમરજન્સી વોર્ડ સિવાયના તમામ વોર્ડ નર્સિંગ સ્ટાફ વગરના નોધારા થઇ જવા પામ્‌યા હતાં, જેના કારણે તબીબો અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હોવાની વાસ્તવિકતા પ્રકાશમાં આવવા પામી છે.

કોવિડ-જી.જી.હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વધુ સમય દરમ્યાન તેઓની પડતર માંગણીઓના ઉકેલ માટે સુત્રોચ્ચાર, બેનરના માઘ્‌યમથી પ્રશ્ર્નો ઉકેલવાની માંગણી, ધરણા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં, આ હડતાલના ભાગપે આજે સવારે નર્સિંગ સ્ટાફ એકત્રીત થયો હતો, દરમ્યાન પીએસઆઇ મેઘરાજસિંહ વાળા તથા મહીલા અધિકારી સહિતનો સ્ટાફ હડતાલ ઉપર ઉતરેલા નર્સિંગ સ્ટાફ પાસે પહોંચ્યો હતો અને આગેવાનો સાથે હડતાલ સમેટી લેવા અને વર્તમાન પરિસ્થિતિને ઘ્યાને લઇ યોગ્ય નિર્ણય કરવાની સમજાવટ હાથ ધરી હતી.

જેના પગલે હડતાલ પર ઉતેરલા નર્સિંગ સ્ટાફના આગેવાનો દ્વારા હડતાલ અવિરત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આગેવાનો સિવાયના 700 જેટલા નર્સિંગ કર્મચારીઓ પોતાના ઘેર રહી વિરોધ પ્રદર્શીત કરવાની નિતી અખત્યાર કરી હતી. જેથી જી.જી.હોસ્પિટલમાં ટ્રોમા અને ઇમરજન્સી વોર્ડમાં માત્ર 30 નર્સિંગ સ્ટાફની સેવા અવિરત જારી રાખવામાં આવી હતી, જયારે બીજી બાજુ કોવીડ સહિતના તમામ વોર્ડ નર્સિંગ સ્ટાફ વિહોણા થઇ જવા પામ્યા હતાં, જેના પગલે દર્દીઓ અને તબીબો ભારે વિમાસણમાં મુકાઇ જવા પામ્યા હતાં.  આ હડતાલ પ્રશ્ર્નોનો નીવેડો ન આવે ત્યાં સુધી અચોકકસ મુદ્દત માટે પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS