સફાઇ કામદારોના રાજીનામા મંજૂર ન કરે તો હડતાલ

  • July 29, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા તંત્રની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદાર હોય એ આપેલા સ્વેચ્છિક રાજીનામાં જો મંજૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હવે નાછૂટકે સફાઈ કામદારોએ હડતાલ પાળવી પડશે તેવી ચિમકી આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા ૧૦૦ જેટલા સફાઈ કામદારો અને અવગેવાનોએ આપી હતી. રાજીનામા મંજૂર કરવા નવી ભરતી કરવા તેમજ અગાઉ રજૂઆત કરી હોય છતાં આજ દિવસ સુધી ન ઉકેલાયા હોય તેવા પડતર પ્રશ્નો ઉકેલવા સહિતની માંગણીઓ સફાઈ કામદારો દ્રારા કરવામાં આવી છે. ખાસ કરીને આ બાબતે મીટીંગ કરવા માટે પદાધિકારીઓ સમય ફાળવે તેવી પણ માંગ કરી છે.
વિશેષમાં સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે રાજકોટ વાલ્મિકી સંકલન સમિતિના નેજા હેઠળ અગાઉ પણ અનેક વખત રજૂઆત કરાય છે કે જે સફાઈ કામદારએ સ્વૈચ્છીક રાજીનામાં આપ્યા છે તે મંજુર કરવામાં આવે અને તેના સ્થાને નવા કામદારોની ભરતી કરવામાં આવે પરંતુ આ જ દિવસ સુધી તે દિશામાં કોઈ કાર્યવાહી કરાવી નથી. રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીમાં અવાર નવાર આંદોલનો, રેલીઓ, ધરણા, અપવાસની છાવણીઓ નાખવામાં આવેલ જેના અનુસંધાને તારીખ:૦૨–૦૩–૨૦૧૯ ના જનરલ બોર્ડમાં ઠરાવ ન.ં ૧૭૦૨૨૦૧૮–૧૯ સફાઈ કામદારોની ૪૪૧ ની ભરતી માટે ઠરાવ કરવામાં આવેલ. તેના ફોર્મ બાર પાડવામાં આવતા ૧૬૦૦ જેટલા લોકોએ કોરોનાની મહામારી જેવા સમયમાં હાડમારી વેઠી કોર્પેારેશન દ્રારા ભરતીમાં ફોર્મમાં માંગેલ કાગળો (ડોકયુમેન્ટ) પુરા કરેલ હાલમાં ૪ મહીના અંદાજે જનરલ બોર્ડમાં ઠરાવ થયેલ અગાઉના ઠરાવ ૨૦૧૯ ના અને હાલના ઠરાવમાં ભરતીના નિયમો પાત્રતા એક જ છે. તો અગાઉ જે ફોર્મ ભરેલા છે તે મુજબનો ડ્રો કરી તાત્કાલીક સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે. આ ફોર્મ ભરવામાં ૨૦૧૯ માં જે ફોર્મ ભરેલ તેમાં અરજદારોને વારસાઈ આંબો તથા બીજા અન્ય ડોકયુમેન્ટો માટે ઘણો મોટો ખર્ચ થયેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application