ગુજરાત રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ લઈને હાઇકોર્ટે કડક વગર અગત્યના કર્યું છે પ્રોફેશનલ કોલેજમાં એન્ટીરેગિંગ રુલનો કડક અમલ કરવા તાકીદ કરી છે અને જો કોઈ કોલેજ નિયમોનો ભંગ કરે તો તેની સામે આકરા પગલાં લેવાની પણ ચીમકી આપી છે.ગુજરાત રાજ્યની મેડિકલ અને પ્રોફેસનલ કોલેજમાં રેગિંગની બદીને નાથવાના આશય સાથે થયેલી સુઓમોટો રિટનો નિકાલ કરતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે આદેશ કર્યો છે.
રાજયની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રોફેશનલ કોલેજોએ એન્ટી રેગિંગ રૂલ્સ અને રેગ્યુલેશન્સનું કડક અમલ કરવાનું રહેશે અને પોતપોતાની સંસ્થાઓમાં રેગિંગની બદી અટકાવવાની રહેશે. જો કોઇ સંસ્થાના મેનેજમેન્ટ આ નીતિ-નિયમો કે ગાઇડલાઇન્સનો ભંગ કરશે તો તેમની સામે આકરા પગલાં લેવાશે.
આ કેસમાં હાઇકોર્ટે ગત સુનાવણીમાં સરકારને મેડિકલ અને પ્રોફેશનલ કોલેજોમાં રેગિંગને રોકવા માટે સુપ્રીમ કોર્ટના મુજબ યુજીસી ,એઆઈસીટી, અને એમસીઆઈના રેગ્યુલેશન્સ(નિયમનો) રજૂ કરવાનો આદેશ કર્યેા હતો. જે મુજબ સરકારે મેડિકલ કાઉન્સિલ સહિતની રેગ્યુલેટરી બોડીના લ્સ–રેગ્યુલેશન અને સરકારી ઠરાવ વગેરે કોર્ટ સમક્ષ રજૂ કરતાં હાઇકોર્ટે આ સુઓમોટો રિટનો નિકાલ કર્યેા હતો અને આદેશમાં નોંધ્યું હતું કે, રેગિંગની બદીને નાથવા માટે રાય સરકારે ગાઇડલાઇન નોટિફાઇ કરી છે અને નીતિ– નિયમોની અમલવારી કરવાનું સુનિશ્ચિત કયુ છે.
એન્ટી રેગિંગ સંદર્ભના આદેશો વિવિધ રેગ્યુલેટરી બોડી દ્રારા એન્ટી રેગિંગ લ્સ–રેગ્યુલેશન્સ બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત સરકારી, જીએમઈઆરસી, કોર્પેારેશન સંચાલિત, સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજો અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે રેગિંગની બદીને રોકવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. આ રેગ્યુલેશન્સના અસરકારક અમલીકરણ દ્રારા આ સુઓમોટો રિટમાં ઊભા થયેલા મુદ્દાઓનું નિરાકરણ આવે એમ છે. તેથી અમે આ રિટનો નિકાલ કરી રહ્યા છીએ. તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો અને પ્રોફેશનલ કોલેજો રાયની એન્ટી રેગિંગ લ્સ અને રેગ્યુલેશન્સનું કડક રીતે અમલ કરે અને પોતપોતાની સંસ્થાઓમાં રેગિંગની બદીને રોકશે. આ સંસ્થાઓને સરકારના ઠરાવ મુજબના સૂચનોનું અમલ કરવાનું રહેશે. જો કોઇ સંસ્થાના મેનેજમેન્ટ દ્રારા આ નીતિ–નિયમો કે ગાઇડલાઇન્સનો ભગં કરવામાં આવશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે
શું છે આ કાયદાની જોગવાઇ
- કોલેજમાં પ્રવેશ વખતે વિધાર્થી અને તેના વાલીઓએ એન્ટી રેગિંગ મુદ્દે અંડરટેકિંગ આપવાનું રહેશે.
- મેડિક્લ કોલેજની હોસ્ટેલ, હોસ્પિટલ, કેન્ટિન, લાયબ્રેરી, કોમનરૂમ અને અન્ય અગત્યના સ્થળોએ કમ્પ્લેઇન્ટ બોક્સ રાખવાનો રહેશે અને ડીને ફરિયાદોના નિકાલ કરવાના રહેશે.
- જે તે કોલેજના કેમ્પસમાં રેગિંગને નાથવા માટેના પોસ્ટર્સ લગાવવાના રહેશે અને તેમાં એન્ટી રેગિંગ કમિટીના સભ્યોના નામ- નંબર લખવાના રહેશે.
- એન્ટી રેગિંગ હેલ્પલાઇન શરૂ કરી કોલેજની વેબસાઇટ ઉપરાંત તમામ જાહેર અગત્યના સ્થળોએ નંબર લગાવવાનો રહેશે.
- રેગિંગ ફોજદારી ગુનો હોવાની બાબતના પેમ્પ્લેટ્સ વહેંચવાના રહેશે અને લાયબ્રેરીમાં તથા વિદ્યાર્થીઓને એ આપવાના રહેશે.
- રેગિંગના ગુનાની સજાની જોગવાઇઓ કોલેજના નોટિસ બોર્ડ પર લખવાની રહેશે.
- કોલેજ કેમ્પસમાં સિનિયર વિધાર્થીઓએ એન્ટી રેગિંગ કેમ્પેઇન્સ ચલાવવાના રહેશે.
- હોસ્ટેલ કમિટી, મેન્ટરિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્કવોડ અને એન્ટી રેગિંગ કમિટીને સમયાંતરે બેઠક કરવાની રહેશે.
- કમિટીઓએ રેગિંગના કિસ્સામાં કાયદા મુજબની તપાસ બાદ જેતે વિધાર્થી સામે સજાની ભલામણ કરી પગલાં લેવાના રહેશે.
- દર વર્ષે મેડિકલ કોલેજોએ રેગિંગની માહિતીઓ નેશનલ મેડિક્લ કમિશન, દિલ્હીને મોકલવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech