સોશિયલ મીડિયા પર વહેતા અશ્લીલ કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો જરૂરી

  • November 28, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ચિંતા વ્યક્ત કરી હતી કે સોશિયલ મીડિયા પર વધી રહેલી અશ્લીલ સામગ્રી એક ગંભીર સમસ્યા બની ગઈ છે. તેમણે કહ્યું કે આ સમસ્યાનો સામનો કરવા માટે હાલના કાયદાઓને વધુ કડક બનાવવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર આવી રહેલા ક્ધટેન્ટને લઈને ચિંતાજનકમુદો સામે આવ્યો છે કે સમાજમાં અશ્લીલતા ઝડપથી સ્થાન બનાવી રહી છે અનર હવે સરકારે પણ તેની નોંધ લીધી છે. સરકારે કહ્યું કે સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રીને રોકવા માટે હાલના કાયદાઓને કડક બનાવવાની જરૂર છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ વાત કહી. ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પહેલા પરંપરાગત મીડિયામાં એડિટોરિયલ મોનિટરિંગ થતું હતું, જ્યાં તે જોવામાં આવતું હતું કે કંઈક સાચું છે કે ખોટું, પરંતુ હવે સોશિયલ મીડિયાના યુગમાં આ સિસ્ટમ સંપૂર્ણપણે ગાયબ છે, જે મોટું ભયસ્થાન છે.
ભાજપ્ના સાંસદ અરુણ ગોવિલના પ્રશ્નના જવાબમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે લોકશાહી સંસ્થાઓ અને પ્રેસના પરંપરાગત સ્વરૂપો એક સમયે જવાબદારી અને સામગ્રીની ચોકસાઈ માટે સંપાદકીય ચકાસણી પર નિર્ભર હતા. હવે આપણે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મના યુગમાં જીવી રહ્યા છીએ. જ્યાં સમયની સાથે આ તપાસ અને તથ્યની ચકાસણીમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આવા સંપાદકીય દેખરેખની ગેરહાજરીમાં, એક તરફ, સોશિયલ મીડિયા પ્રેસની સ્વતંત્રતા માટેનું પ્લેટફોર્મ બની ગયું છે, તો બીજી તરફ, તે અનિયંત્રિત અભિવ્યક્તિનું પ્લેટફોર્મ પણ બની ગયું છે, જેમાં ઘણીવાર અશ્લીલ સામગ્રીનો સમાવેશ થાય છે.
વૈષ્ણવે દલીલ કરી હતી કે ભારતની સાંસ્કૃતિક સંવેદનશીલતા તે પ્રદેશોથી ઘણી અલગ છે જ્યાં આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા. ભારત માટે હાલના કાયદાઓને વધુ કડક બનાવવાની જરૂર છે. તેમણે દરેકને આ મામલે સર્વસંમતિ સાધવા વિનંતી પણ કરી હતી. મંત્રીએ સંબંધિત બાબતોની સંસદીય સ્થાયી સમિતિને આ મહત્વપૂર્ણ મુદ્દાને પ્રાથમિકતા તરીકે લેવા વિનંતી કરી અને કહ્યું કે તેના પર સામાજિક સર્વસંમતિ હોવી જોઈએ. ઉપરાંત, આ પડકારનો સામનો કરવા માટે કડક કાયદા હોવા જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application