જામનગર પંથકમાં માસ્ક અંગે કડક ઝુંબેશ: અનેક ઝપટે ચડ્યા

  • April 05, 2021 08:47 PM 

જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ: દુકાનો, ઇકો, રીક્ષામાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે, દરમ્યાનમાં પોલીસ તંત્ર દ્વારા જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, ખાસ કરીને માસ્ક પહેયર્િ વિના નીકળનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ ચલાવવામાં આવી રહ્યું છે.

જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતા હરદીપસિંહ દેવેન્દ્રસિંહ જેઠવા, નરમાળાના પ્રવિણ રાયદે ગાગીયા, લાલપુરના વીરા ગાગા પારીયા, ધુંવાવના મિલન મે રાઠોડ, ગુલાબનગરના અલાઉદીન નુરમામદ કોચલીયા, ઢીંચડા ગામના વિપુલ નારણ વ, માકડીયા વાડીના રસિક બાવનજી ભાલોડીયા, જામજોધપુરના સમસુદીન જીવા ભાણવડીયા, કાલાવડના જયેશ જયંતિલાલ શેઠ, ભરતસિંહ બટુકસિંહ જાડેજા, હાપાના રાજેન્દ્ર પશી ધાંધલ, નાના થાવરીયાના જયેશ લખમણ જેપાળ, મનીષ કિશોર જેપાળ, કુંભનાથપરાના કરશન લઘુ બાંભવા, રંગમતી સોસાયટીના શબ્બીર હાન પીપરવડીયા, સિક્કાના લતીફ જુનુસ સુંભણીયા, બીલાલ ઇસ્માઇલ ઘોડીવાલા, જોડિયાના રમેશ હીરા ધાંગીયા, બાબરીયા ગામના ઇસુબ હબીબ સમા, સણસોરા ગામના મહેશ વજુ ગમારા, વજીર ખાખરીયાના ભવદીપ રવજી શીંગાળા, જામજોધપુરના કિરીટ અંબાવી સંતોકી, હિતેષ જીવન જાવીયા, નેશનલ સોસાયટીના શબ્બીર હબીબ દોસાણી, યાદવનગરના જયેશ સાજણ ચંદ્રાવાડીયા, સમર્પણ પાર્ક પાસે રહેતા જયદીપ હરેશ અબોટી, ચેલા ગામના દેવરાજસિંહ જીતુભા જાડેજા, દિ.પ્લોટ 49 માં રહેતા નિલેશ જેઠાલાલ માઉ, સિક્કાના દિનેશ ગણેશ મકવાણાને માસ્ક પહેયર્િ વિના જાહેરનામાનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે બર્ધન ચોકમાં ડગીયા ફળીમાં રહેતા સલીમ નુરમામદ બાજરીયા એ પોતાની પાનની દુકાને માસ્ક પહેયર્િ વિના વેપાર કરી સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

લીમડાલાઇન રાજપૂતપરા ખાતે રહેતા હિતેષ હરેશ હિન્દુજા અને રામેશ્ર્વરનગર નૂતનનગર સોસાયટીમાં રહેતા પાર્થ ભરત રાવલ એ પોતાની કોફી શોપ દુકાને સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી જાહેરનામાનો ભંગ કર્યો હતો, પોલીસે કાર્યવાહી કરીને મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે દાવલશા ફળીમાં રહેતા હાન શાહ અબ્દુલ શાહ બાનુવાએ પોતાની પાનની દુકાને સોશ્યલ ડીસ્ટન્સ નહીં રાખી નિયમનો ભંગ કર્યો હતો.

આ ઉપરાંત મોરકંડા ટાંકા પાસે રહેતા દિપક ચંદુ ડાભી, ધુંવાવના વસંત રામજી પરમાર, જોડિયાના બારાડી ગામના મહેશ કેશુ છૈયા, રામનાથ સોસાયટી ખંભાળીયાના ક્રિપાલસિંહ રામસિંહ જાડેજા, હરસિઘ્ધિનગર રાણશી લખમણ સંધીયા એ પોતાની ઇકો ગાડીમાં નિયમ કરતા વધુ પેસેન્જર ભયર્િ હતા, જ્યારે શ સેકશન રોડ હેડ કવાર્ટર પાછળ રહેતા રાજેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ પોતાની રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નિયમનો ભંગ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS