મત આપતી વખતે કે આપ્યા બાદ જો કર્યું આ કામ તો થશે કડક કાર્યવાહી

  • February 21, 2021 07:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની રાજકોટ સહિતની 6 મહાપાલિકાની ચૂંટણીનું મતદાન શરુ થઈ ચુક્યું છે. સવારથી મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે અને કોવિડની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે મતદાન શરુ થઈ ચુક્યું છે. લોકોમાં પણ મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ આ ઉત્સાહમાં કેટલીક ભુલ ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. 
 

મતદાન જેવું જરૂરી કામ કરી યુવાધન સેલ્ફી અને ફોટા પાડવાનું શરુ કરી દે છે. જો કે આમ કરવું મોંઘુ પડી શકે છે. આમ તો આ વર્ષે મતદાન મથકે ફોન લઈ લેવામાં આવે છે. તેમ છતાં ઘણા લોકો જો ચતુરાઈ દર્શાવવાનો પ્રયત્ન કરવા ઈચ્છતા હોય તો તેમણે જાણી લેવું જરૂરી છે કે ચૂંટણીમાં મતદાન મથકમાં સેલ્ફી લેવા સામે આચારસંહિતાના ભંગનો ગુનો નોંધાઈ શકે છે. આ ઉપરાંત મતદાન મથકમાં ઇવીએમમાં વોટ કાસ્ટ કરતી વખતે પણ ફોટો પાડવો કે તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં પણ આચારસંહિતાનો ભંગ ગણાય શકે છે. 
 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2015ની એએમસીની ચૂંટણી અને ત્યારપછી 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાંક કિસ્સા સામે આવ્યા હતા જેમાં કેટલાંક મતદારોએ મતદાન કરતી વખતે ઇવીએમમાં વોટ આપતો વીડિયો કે ફોટો પાડીને તે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. તે વખતે પણ આ પ્રવૃતિને લઈ ભારે વિવાદ થયો હતો. 


મતદાન મથક પાસે શું ન કરવું ?

- મત આપતી વખતે તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવો. 
- મતદાનમથકની 100 મીટરની ત્રિજ્યામાં કોઇપણ રાજકીય પક્ષના ખેસ ધારણ કરવા કે પછી કોઇપણ રાજકીય પક્ષનો પ્રચાર કરવો કે પછી સુત્રોચ્ચાર કરવો. 
-  મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં પ્રચાર સાહિત્યની વહેંચણી કરવી. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS