રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અપાયેલી સૂચનાના પગલે શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણા તથા સ્ટાફ દ્વારા તપાસ કરી દારૂ-મારામારી સહિતના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ૧૫ અસમાજિક તત્વોના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં.
શાપર પોલીસે કરેલી આ કાર્યવાહીમાં લાલો ઉર્ફે પરબત હાથીયાભાઇ વીજાણી( દારૂના ૮ ગુના), અખરાજ હરસુખભાઇ વાલા( ૫ ગુના), રાણશી ચનાભાઈ માલાણી (૪ ગુના) લાખા કરમણભાઈ ઘોડા(૩ ગુના), ભારતીબા કિશોરસિંહ જાડેજા ( ૫ ગુના), રામીબેન હીરાભાઈ માલાણી( ૧૧ ગુના), તેનો પુત્ર હિમકરણ હીરાભાઈ માલાણી (૭ ગુના), રાજીબેન મેઘાભાઈ માલાણી (૪ ગુના), જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવીણભાઈ મંડલીક (૨ ગુના), સોહિલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયા(૨ ગુના), વિરેન્દ્ર ઉર્ફે નાનકો કિશોરસિંહ જાડેજા (દારૂ મારામારી જુગાર સહિતના ૭ ગુના), જીગર ઉર્ફે પ્રકાશ દિલીપભાઈ મારવાડી (દારૂ, મારામારીના ૧૭ ગુના), રવિરાજ કિશોરસિંહ જાડેજા (૨ ગુના) મોહદીશ મોહમ્મદહુસેન(૩ ગુના), આલીબેન દેવસુરભાઇ વાળા (૪ ગુના) નામના શખસોના સરકારી જગ્યામાં ખડકી દેવાયેલા હોટલ, પાકા મકાન, કાચી ઓરડીઓ સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીથી 5.07 કરોડની કિંમતની 1155 મીટર સરકારી જમીન પરથી દબાણ દૂર થયું હતું. શાપર વેરાવળ પોલીસની ગુનેગારો સામે કડક કાર્યવાહીથી અવારનવાર ગુના આચરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રથમવાર 6 મહિલાઓએ સાથે કરી સ્પેસની સફર, હોલીવુડ સિંગર કેટી પેરી પણ હતી સામેલ
April 14, 2025 08:07 PMગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામ આવશે વહેલા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
April 14, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech