થર્ટી ફર્સ્ટના પગલે દ્વારકા પોલીસની કડક કાર્યવાહી

  • January 01, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૯ પીધેલા, પ્રોહીબીશનના ૧૭, ૧૯ વાહન ડીટેઇન અને જુગારના બે કેસ

થર્ટી ફર્સ્ટ અનુસંધાને દ્વારકા પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૯ પીધેલા, પ્રોહીબીશનના ૧૭, ૧૯ વાહન ડીટેઇન અને જુગારના બે કેસ નોંધવામાં આવ્યા હતા.
દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સુચનાથી દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઇ ટી.સી. પટેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ૨૫ ડીસેમ્બર નાતાલ બંદોબસ્તથી લઇને ૩૧ ડીસેમ્બર સુધીના સમય દરમ્યાન ચેકીંગ, પેટ્રોલીંગની કાર્યવાહી કરાઇ હતી જે અંતર્ગત નશો કરીને વાહન ચલાવતા ચાલકો વિરુઘ્ધ ૯ કેસ, પ્રોહીબીશનના ૧૭ કેસ, ૧૯ વાહન ડીટેઇન, જુગારના બે કેસ તથા ૧૩૫નો એક કેસ કરવામાં આવ્યા હતો. આ કાર્યવાહીમાં પીએસઆઇ આકાશ બારસીયા, એચ.એચ. સુવા અને દ્વારકા પોલીસ ડી-સ્ટાફના મહીરાજદાન નરેશભાઇ હીન્દુભા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application