મોરબી શહેરમાં તાજેતરમાં એક જ દિવસમાં ૧૨થી ૧૫ લોકોને કુતરાએ બચકા ભરતા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દર્દીઓની લાઈન લાગી હતી તે બનાવમાંથી તંત્રએ કોઈ સબક લીધો ના હતો અને તંત્રની નીમ્ભરતાને કારણે આઠ વર્ષના માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મોરબીના જેતપર રોડ પર આવેલ ટાઈટેનિયમ વિટ્રીફાઈડ કારખાનામાં કામ કરતા કૃપાલભાઈ માલવીયાના આઠ વર્ષના પુત્ર કૃણાલ પર રખડતા શ્વાને હત્પમલો કરી દીધો હતો આઠ વર્ષના કૃણાલને શ્વાને બચકા ભરતા ગંભીર ઈજાગ્રસ્ત બાળકનું કણ મોત થયું હતું જે બનાવથી સમગ્ર પંથકમાં શોક સાથે ગુસ્સાની લાગણી ભભૂકી ઉઠી છે નીમ્ભર તત્રં કોઈ પગલા ભરતું નથી જેના કારણે નિર્દેાષ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. રખડતા ઢોરના ત્રાસમાંથી મુકત કરવાના પણ દાવા અનેક થયા છે જોકે હજુ શહેર રખડતા ઢોરના ત્રાસમાંથી મુકત થયું નથી અનેક વિસ્તારમાં આજે પણ આખલા યુદ્ધને કારણે લોકોન જીવ તાળવે ચોટી જતા હોય છે તો એવો જ ત્રાસ રખડતા શ્વાનોનો પણ છે પરંતુ તત્રં કોઈ નકકર કામગીરી કરતી નથી. બે દિવસ પૂર્વે ૧૨ થી ૧૫ નિર્દેાષ નાગરિકોને શ્ર્વાને બચકા ભર્યા હતા યારે આઠ વર્ષના માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે