લોકપ્રિયતામાં મોદી કરતા અમિત શાહ આગળ હોવાનો વિચિત્ર સર્વે

  • February 24, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શ કરી દીધી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી ૪૦૦થી વધુ સીટો મેળવવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ ભાજપના વિજયરથને રોકવાનો પ્રયાસ કરી રહી છે. ચુંટણીના માહોલ વચ્ચે દૈનિક ભાસ્કરે ઉમેદવારોનો સર્વે હાથ ધર્યેા હતો. સર્વેમાં બહાર આવ્યું છે કે ૧૬ એવા ચહેરા છે જે પોતપોતાની સીટો પર જનતાની પ્રથમ પસંદગી છે અને ૭૫ ટકાથી વધુ લોકો તેમને ઉમેદવાર તરીકે જોવા માંગે છે. આ સિવાય સર્વેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે તેમની સીટ પર લોકપ્રિયતાના મામલે અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા વધુ લોકપ્રિય છે.

આ સર્વેમાં ૧૧ લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ તેમની સીટ માટે કયા ઉમેદવારને શ્રે માને છે. સર્વેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. સર્વેમાં પહેલી ચોંકાવનારી વાત એ છે કે ઘણી બેઠકો પર લોકોએ પાર્ટીની ટિકિટ માટે ચૂંટણી લડનારા ઉમેદવારોને નકારી દીધા છે. સર્વેક્ષણ કરાયેલા ૨૫૮માંથી ૪૩ મતવિસ્તારોમાં, ૫૦ ટકાથી વધુ લોકોએ ટિકિટ માટે સ્થાપિત ચહેરાઓ કરતાં અન્ય પસદં કર્યા.


સર્વે અનુસાર, ગાંધીનગર બેઠક પરથી ૯૨ ટકા લોકો ઈચ્છે છે કે ભાજપ અમિત શાહને તેના ઉમેદવાર તરીકે ઉતારે, યારે વારાણસીમાં ૮૬ ટકા લોકો પીએમ મોદીને ભાજપના ઉમેદવાર તરીકે જોવા ઈચ્છે છે.૨૫૮ બેઠકો પર થયેલા સર્વેમાં ૪૧ બેઠકો એવી હતી યાં લોકોએ કેટલાક નેતાઓને નકારી કાઢા હતા. ૫૦ ટકાથી વધુ લોકોએ આ બેઠકો પર અન્ય નેતાઓને ચૂંટા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application