ઉત્તર પ્રદેશના ભદોહીમાંથી એક ચોકાવાનારી ઘટના સામે આવી છે. બાઇક સવાર બે બદમાશોએ ઇન્ટર કોલેજના પ્રિન્સિપાલની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે.
આ ઘટના ભદોહીના બસવનપુર અમિલૌરી પાસે બની હતી. મૃતકનું નામ યોગેન્દ્ર બહાદુર સિંહ છે. તેમની ઉંમર 56 વર્ષ હોવાનું કહેવાય છે. યોગેન્દ્ર શ્રી ઈન્દર બહાદુર સિંહ નેશનલ ઈન્ટર કોલેજના આચાર્ય હતા. પોલીસે જણાવ્યું કે યોગેન્દ્ર કારમાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન બે બદમાશો બાઇક પર આવ્યા હતા અને તેમની કાર રોકી હતી. કાર રોકતાની સાથે જ બદમાશોએ યોગેન્દ્ર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પ્રિન્સિપાલના ભત્રીજા શિવમ સિંહે જણાવ્યું હતું કે બદમાશોએ ઘરથી થોડા અંતરે સિંચાઈના ટ્યુબવેલ પાસે આ ગુનો કર્યો હતો. યોગેન્દ્ર બહાદુરના ડ્રાઈવર સંતોષ સિંહે જણાવ્યું કે તે સરને ઘરેથી સ્કૂલ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન કાળા રંગની બાઇક પર સવાર બે બદમાશોએ સરનામું પૂછવાના બહાને કારને રોકી હતી. કારની બારી ખુલતાની સાથે જ બાઇક પર પાછળ બેઠેલા બદમાશોએ પોતાના હથિયાર વડે ગોળીબાર કર્યો હતો.
ડ્રાઈવર સંતોષે જણાવ્યું કે તે ઘાયલ સરને કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો, ત્યારે અન્ય એક બદમાશએ ગોળી મારીને ટાયર પંચર કરી દીધું. તેમ છતાં સરને ઉતાવળમાં મહારાજા બલવંત સિંહ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
આ અંગે ઈન્દર બહાદુર સિંહ નેશનલ ઈન્ટર કોલેજના મેનેજરે જણાવ્યું કે મને ઘટનાની જાણકારી મળતા જ હું તુરંત જ ઘટનાસ્થળે આવ્યો હતો. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. શાળા અને સમાજને ન પુરી શકાય તેવું નુકસાન થયું છે. તેની ઈમેજ સંપૂર્ણપણે નિષ્કલંક રહી છે. કોલેજમાં લાંબા સમય સુધી સેવા આપી છે.
ભદોહીના પોલીસ અધિક્ષક મીનાક્ષી કાત્યાયને જણાવ્યું કે પ્રિન્સિપાલ યોગેન્દ્ર બહાદુર સિંહની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ફોરેન્સિક અને ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. બદમાશોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech