દિવાળીના પર્વ પર હેલ્મેટના નામે લોકોને હેરાન કરવાનું બંધ કરો

  • October 24, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયભરમાં આરંભાયેલી હેલમેટ ઝુંબેશ રાજકોટ શહેરમાં પણ ચાર દિવસથી ચાલુ થઈ હોય તેની સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્રારા દિવાળીના પર્વ પર લોકોને હેરાન ન કરવા અને હેલમેટ નામે દંડનીય કાર્યવાહી થાય છે તેના બદલે ટ્રાફીક નિયમન સુદ્રઢ બને, રસ્તાઓ પરના ખાડા રીપેર થાય રોડ રીપેર કરાવવામાં આવે તો પણ લોકોની વાહન ચાલકોની હાલાકી ઘટે તેવી પોલીસ કમિશનરને સંબોધીને લેખીત રજૂઆત કરી છે.

હાલ ટ્રાફીક હેલમેટ ડ્રાઈવ સરકારી કચેરીઓમાં ચાલી રહી છે. રસ્તા પર ટુ વ્હીલર લઈને જતા સામાન્ય વાહન ચાલકોને પણ હવે હેલમેટ બાબતે દંડનીય કાર્યવાહી થતી હોવાની શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ લેખીત રજુઆત કરી છે. વધુમાં જણાવ્યા પ્રમાણે શહેર પોલીસ રોજીંદા ટ્રાફીક નિયમન નામે આઠ લાખ જેવો દડં વસુલે છે. હવે હેલમેટના નામે દડં લેવાનું શરૂ થયું છે.


દિવાળીના પર્વ પર લોકો ખરીદી અર્થે નીકળતા હોય છે. ટ્રાફીકની સમસ્યા રહે છે તે ખરેખર પોલીસે સરખી કરાવવી જોઈએ. હેલમેટમાં ધ્યાન દેવાના બદલે ટ્રાફીક વહન સુદ્રઢ રહે તેવી કામગીરી થાય તેના પર નજર રાખવા અનુરોધ કરાયો છે.

હેલમેટના બદલે પોલીસ ટ્રાફીક પોઈન્ટ પર વ્યવસ્થિત બંદોબસ્ત ફરજમાં રહે. મહાપાલિકા સાથે સંકલન કરી દિવાળી પુર્વે શહેરમાં ભાંગી ગયેલા રસ્તાઓ, ખાડાઓ બુરાવવા જોઈએ. રસ્તાઓ રીપેર થાય તો અકસ્માતો ઘટી શકે. આવા ખરાબ રસ્તાઓ, ખાડાઓના કારણે હેલમેટ પહેર્યું હોવા છતાં જીવલેણ અકસ્માતો થતા હોવાનું જેથી દંડનીય કાર્યવાહી પહેલા રસ્તાઓ રીપેર, ટ્રાફીક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માગણી કોંગ્રેસ દ્રારા કરાઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application