એર ક્વોલીટી ઇન્ડેક્ષ ચિંતાજનક રીતે ઉંચે જઇ રહ્યો છે: સૌરાષ્ટ્રમાં કદાચ સૌથી વધુ જામનગરમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધુ છે: ઉદ્યોગો તરફથી છોડવામાં આવતા ધુમાડા, ઉડતી ધૂળ અને ધુમાડા ઓકતા વાહનોને અપાયેલા પીળા પરવાના નગરવાસીઓની હવાને પ્રદુષિત કરી રહ્યા છે: વ્હેલા જાગો...
શિયાળાની શઆત સાથે જ રાજધાની નવી દિલ્હીની પ્રદુષિત હવાનો મુદ્દો વધુ એક વખત ચચર્મિાં આવ્યો છે, દિલ્હીની હાલત તો ખૂબ જ ખરાબ છે, પ0 ટકા જેવા લોકડાઉનની સ્થિતિ છે, શિક્ષણથી લઇને કારોબાર અને ન્યાયતંત્ર સુધા ત્યાં ઓનલાઇન કામગીરી કરી રહ્યા છે, હવાનું પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે ત્યારે આ પરિપ્રેક્ષ્યમાં જામનગર પર નજર કરવામાં આવતા અહીં પણ હવાનું પ્રદૂષણ ભારે ચિંતાજનક હોવાનું જોવા મળ્યું છે અને આ દિશામાં સ્થિતિ બગડવાથી જામનગરની દિલ્હી પણ દૂર નથી, એવું દેખાઇ રહ્યું છે.
જામનગરનું હવાનું પ્રદૂષણનું સ્તર કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતાજનક છે. દિલ્હીની જેમ જામનગરની હવા પણ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક (એ.કયુ.આઈ) 100ને પાર પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તાજેતરના માપદંડો અનુસાર, જામનગર સૌરાષ્ટ્રનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. 160ના એ.ક્યુ. એ. સાથે શહેરની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવ્યું છે.
આ પરિસ્થિતિ માટે સ્વાભાવિક રીતે ઉદ્યોગો તો જવાબદાર ગણી શકાય, કારણ કે કારખાનાઓમાંથી નીકળતા ધુમાડા હાનિકારક સાબિત થાય છે, આ ઉપરાંત વાહનમાંથી નીકળતું પ્રદૂષણ પણ એટલું જ ચિંતાજનક છે, ઉપરાંત હાલમાં જામનગરમાં ઠેકઠેકાણે ફલાયઓવર, ઓવરબ્રીજ સહિતના કામો ચાલુ હોવાથી ધૂળ ઉડવાનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે અને તેના કારણે હવા વધુ પ્રમાણમાં પ્રદૂષિત થઇ રહી છે.
ચિંતાજનક બાબત એ છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ સમસ્યા પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં, બોર્ડ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ઉદ્યોગોમાં જે ભઠ્ઠીઓમાં જે ચીમનીઓ ફીટીંગ કરવામાં આવે છે તેમાં પણ 80 ટકા ધુમાડાઓ ખુલ્લા વાતાવરણમાં ભળી રહ્યા છે. આવી ચીમનીઓ બનાવનારા સામે કોઈ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. તો એ જ રીતે માર્ગો પર ઘણાં બધા વાહનો કાળા ધુમાડા ઓકતા જોવા મળે છે, પરંતુ લગત તંત્ર દ્વારા આવા વાહનો સામે પણ કોઇ ઝુંબેશ ઘણા સમયથી ચલાવવામાં આવી નથી.
ગુગલ ઉપર જોવામાં આવતા મોટાભાગની વેબસાઇટોમાં દેશની સાથે સાથે જામનગરનો એરકવોલીટી ઇન્ડેક્ષ ચિંતાજનક માત્રાએ જોવા મળે છે, તા. ર0 અને ર1 ના દરેક કલાકના એર ઇન્ડેક્ષ પર નજર કરવામાં આવતા 110 થી લઇને 176 સુધી પ્રદૂષણની માત્રા જોવા મળી છે, જે ખરેખર વધુ કહેવાય અને આ દિશામાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રદૂષિત હવાના કારણે નગરવાસીઓને અનેક બીમારીઓનો સામનો કરવો પડશે, પ્રદૂષણના કારણે શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પ્રદૂષણથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે.
આ સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવાની જર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઉદ્યોગો પર કડક નજર રાખવી જોઈએ અને પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત, શહેરમાં વૃક્ષારોપણ કરવા, વાહન વ્યવહારને નિયંત્રિત કરવા અને ધૂળના કણોને નિયંત્રિત કરવા માટેના પગલાં લેવા જરી છે, તો આ જ રીતે ધુમાડા ઓકતા વાહનોને તાકીદે માર્ગો પર દોડતા બંધ કરાવવા જોઇએ અને મહાનગરપાલિકા દ્વારા જેટલા સ્થળે કામ ચાલી રહ્યા છે તે ઝડપથી થવા જોઇએ તથા ધૂળ વધુ પ્રમાણમાં ન ઉડે તેની તકેદારી રાખવી જોઇએ.
રાજધાની નવી દિલ્હીની જેવી હાલત છે, એ કક્ષા સુધી જામનગર ન પહોંચે અને અહીં પણ પ્રદુષિત હવાના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય એવી સ્થિતિ ન થાય એ પહેલા જાગવાની જર છે, નહીં તો આ પ્રદૂષિત હવા જામનગરવાસીઓના સ્વાસ્થ્યને ગંભીર અસરો પહોંચાડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની હવા શુધ્ધ બનાવવા મળેલી કરોડોની ગ્રાન્ટમાંથી દીવાલ, રૂમ, ટાંકો, વે–બ્રિજ બનાવ્યા!
November 21, 2024 02:57 PMદોરીવાળા બ્લાઉઝ છે આઉટ ડેટેડ,ટ્રાય કરો નવી ડિઝાઇનના બદલે બેકલેસ બ્લાઉઝ
November 21, 2024 02:56 PMહાર્ટ એટેકથી બે યુવક અને એક આધેડનું મૃત્યુ
November 21, 2024 02:55 PMજમીન કાંડમાં લોધીકા સરપચં હોદ્દા પરથી બરખાસ્ત, તલાટી મંત્રી સસ્પેન્ડ
November 21, 2024 02:55 PMનીચાજોણું ? છ–છ ગુનાનો વોન્ટેડ આરોપી પોલીસ મથકમાંથી પોબારા ભણી ગયો છતાં બચાવ
November 21, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech