રાજકોટમાં લુખ્ખા અને આવારા તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઈ નિર્દેાષ નાગરિકોને રંજાડી રહ્યા છે. ત્યારે આ વાતની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ શહેરમાં ગતરાત્રિના બનવા પામ્યો છે. કારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ ડોડીયા રામનાથપરા સ્થિત તેમના મકાને હતા ત્યારે અહીં કેટલાક શખસો ગાળાગાળી કરતા હોય જેથી તેમને ટપાર્યા હતા. બાદમાં મોડીરાત્રિના ભરતભાઈના જયરાજ પ્લોટ–૯ માં આવેલા મકાન ખાતે બે વાહનમાં આવેલા પાંચ જેટલા શખસોએ પથ્થરમારો કરી ઘર બહાર પડેલી તેમની કારના કાચ ફોડી નાખ્યા હતા. આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જયરાજ પ્લોટ ૯ માં રહેતા અને કારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ ડોડીયાના મકાન પર મોડી રાત્રિના પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ઘર બહાર પડેલી તેમની કારના કાચ ફટી ગયા હતા. બનાવની જાણ થતા ભરતભાઈએ આ અંગે પોલીસ પોલીસને જાણ કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલ ભરતભાઈ રામનથપરા શેરી નંબર ૧૧ માં આવેલા તેમના અન્ય મકાને હતા અને અહીં તે તથા સમાજના અન્ય લોકો પ્રયાગરાજ ટિકિટ બુક કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક શખસો અહીં ગાળાગાળી કરતા હોય જેથી ભરતભાઈએ તેમને ટપાર્યા હતા. જેમાં રાહીલ સુમરા તથા તેની સાથેના અન્ય શખસો હતા જેથી આ શખસોએ બોલાચાલી કરી હતી પરંતુ અહીં ભરતભાઈ તથા સમાજના અન્ય લોકો સાથે હોય આ શખસો અહીંથી ચાલ્યા ગયા હતા.
દરમિયાન મોડી રાત્રિના ભરતભાઈના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી તેઓ તુરતં બહાર દોડી ગયા હતા. ત્યાં સુધીમાં આ શખસો અહીંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ બાજુમાં આવેલા મકાનના સીસીટીવી ફટેજ ચકાસતા બે વાહનમાં પાંચ જેટલા શખસોએ અહીં આવી તોડફોડ કરી હતી. જેમાં રાહિલ સુમરા સહિતના સામેલ હોય જેણે પથ્થરમારો કરી કારના કાચ ફોડી નાખ્યા હતા તેમજ ઘરમાં પણ પથ્થરોના ઘા કર્યા હતા. આ ઘટનાને લઇ કારડીયા રાજપૂત સમાજના આગેવાન તેમજ કોંગ્રેસી આગેવાન મહેશભાઈ રાજપૂત સહિતનાઓ અહીં પહોંચી ગયા હતા.
આ બનાવને લઇ ભરતભાઈ ડોડીયા દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ રીતે સરાજાહેર લુખ્ખાગીરી કરનાર આ શખસો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech