BREAKING NEWS

સીઝફાયર બાબતે અવઢવથી શેરબજાર 938 પોઈન્ટ તૂટ્યું, નિફ્ટીમાં 240 પોઈન્ટથી વધુનો ગાબડું, સેન્સેક્સ 70,000ની અંદર

  • April 09, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય શેરબજારમાં આજે સવારથી જ ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલના તોફાની ઉછાળા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉભી થયેલી નવી સુરક્ષા ચિંતાઓ અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરીને કારણે બજારમાં આ કડાકો બોલાયો છે.


માહિતી મુજબ,સેન્સેક્સ ગઈકાલના 77,562.90 ના બંધ ભાવ સામે આજે 77,319.33 પર ખૂલ્યો હતો. જોકે, બજાર ખુલતાની સાથે જ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો અને સમાચાર લખવા સુધીમાં સેન્સેક્સ 938.70 પોઈન્ટ (-1.10%) તૂટીને 76,624.35 ના સ્તર પર પહોંચી ગયો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઈન્ડેક્સ પણ આજે પછડાયો છે. નિફ્ટી ગઈકાલના 23,997.35 ના બંધ ભાવ સામે આજે 23,909.05 પર નબળો ખૂલ્યો હતો. હાલમાં નિફ્ટી ૨૪૦.85 પોઈન્ટ (-0.97%) ના ઘટાડા સાથે 23,772.50 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં દિવસ દરમિયાન 23,759.45 ની લો સપાટી જોવા મળી હતી.


બજારમાં કડાકાના મુખ્ય કારણો


પ્રોફિટ બુકિંગ: ગઈકાલે બજારમાં આવેલી મોટી તેજી બાદ આજે રોકાણકારોએ નફો વસૂલવાનું મુનાસિબ માન્યું છે.

હોર્મુઝમાં નવો ખતરો: ઈરાને હોર્મુઝ માર્ગમાં 'દરિયાઈ સુરંગો'ના જોખમને કારણે રૂટ બદલતા વૈશ્વિક સપ્લાય ચેઈન પર ફરી જોખમ ઉભું થઈ શકે છે.

ટ્રમ્પનું નિવેદન: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા NATO ની કરવામાં આવેલી ટીકાને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે.

ઈઝરાયલના હુમલા: સીઝફાયરના અહેવાલો વચ્ચે પણ લેબેનોન પર થયેલા હવાઈ હુમલાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application