નબળા જીડીપી અનુમાનના કારણે શેરબજાર ૭૦૦ પોઈન્ટ તૂટી ગયું

  • January 08, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય શેરબજાર આજે મામૂલી ઉછાળા સાથે ખુલ્યું. પ્રી–ઓપનિંગમાં, બીએસઈ સેન્સેકસ ૧૨૦.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮,૩૧૯.૪૫ પર ટ્રેડ થયો હતો યારે નિટી –૫૦ એ ૩૮.૭૫ પોઈન્ટના વધારા સાથે ૨૩,૭૪૬.૬૫ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યારબાદ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિટી બંને રેડ ઝોનમાં પહોંચી ગયા હતા.
બપોરના કારોબારમાં શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે ૧૨:૪૦ વાગ્યે, બીએસઈ સેન્સેકસ ૭૧૩ પોઈન્ટના ભારે ઘટાડા સાથે ૭૭,૪૮૬.૦૯ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ૦.૭૮ ટકાનો ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, નિટી ૫૦ ઇન્ડેકસ ૧૭૪.૬૫ પોઇન્ટ ઘટીને ૨૩,૫૩૩.૨૫ પર પહોંચ્યો, જે ૦.૭૪ ટકાનો ઘટાડો દર્શાવે છે.
આર્થિક મંદીની વધતી જતી ચિંતાઓએ શેરબજાર પર દબાણ લાવ્યું છે, જેના કારણે સેન્સેકસ અને નિટીમાં ઘટાડો થયો છે. આ વ્યાપક વેચાણને કારણે, બીએસઈ માર્કેટ કેપિટલાઇઝેશન અનુસાર, રોકાણકારોની સંપત્તિમાં આશરે . ૩.૩ લાખ કરોડનો ઘટાડો થયો છે. ઓટો, આઈટી, પીએસયુ બેન્ક, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, રિયલ્ટી અને મીડિયા સેકટરમાં વેચવાલીથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં આજના ઘટાડાનું મુખ્ય કારણ ભારતના જીડીપી વૃદ્ધિ દરને લઈને જાહેર કરવામાં આવેલા નવા ડેટા છે, જેમાં આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી રહેવાની ધારણા છે. આ સિવાય વૈશ્વિક બજારોમાં પણ મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે જેની અસર ભારતીય બજાર પર પડી રહી છે.
તાજેતરના સરકારી ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને ૬.૪ ટકા થવાની ધારણા છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો હશે. મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેકટરમાં નબળાઈને કારણે આ અંદાજ લગાવવામાં આવ્યો છે, નેશનલ સ્ટેટિસ્ટિકલ આફિસના ડેટા અનુસાર, ભારતનો જીડીપી ગત નાણાકીય વર્ષ કરતાં ધીમી ગતિએ વધશે, યારે તે ૮.૨ ટકાના દરે વધ્યો હતો. જો આ અંદાજ સાચો સાબિત થશે તો ભારતનું અર્થતત્રં ૨૦૨૦–૨૧ પછી તેની સૌથી ધીમી ગતિએ વૃદ્ધિ કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application