શેરબજારમાં ફરી મંદીનો માહોલ સેન્સેક્સ 1093 પોઈન્ટ ડાઉન

  • May 13, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આજે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1093 પોઈન્ટ ઘટીને 81,336ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે, નિફ્ટીમાં 290 પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે હવે 24,634 ના સ્તરે પહોંચી ગયો છે.ઇન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ કરી લેતા બજાર ડાઉન થયું છે.

સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૫ શેરોમાં નુકસાન નોંધાયું છે. ઇન્ફોસિસ અને ઝોમેટો સહિત પાંચ શેરના ભાવમાં 1% થી વધુનો ઘટાડો થયો છે. જોકે, સન ફાર્મા અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં લગભગ 2%નો વધારો જોવા મળી રહ્યો છે.

નિફ્ટીના ૫૦ માંથી ૩૭ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં 1.07% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રમાં લગભગ 2% તેજી રહી હતી.

એશિયાના મુખ્ય શેરબજારોમાં મિશ્ર સંકેતો રહ્યા છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 653 પોઇન્ટ વધીને 38,297 પર પહોંચ્યો છે, જ્યારે કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ 6 પોઇન્ટના નજીવા વધારા સાથે 2,613 પર ટ્રેડ કરી રહ્યો છે. તેનાથી વિપરીત, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ૪૦૭ પોઈન્ટ ઘટીને ૨૩,૧૪૨ પર બંધ રહ્યો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ થોડો વધીને ૩,૩૭૨ પર છે.

ગઈકાલે અમેરિકન શેરબજારોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ડાઉ જોન્સ ૧,૧૬૧ પોઈન્ટ ઘટીને ૪૨,૪૧૦ પર બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ૭૭૯ પોઈન્ટ (૪.૩૫%) વધીને ૧૮,૭૦૮ પર પહોંચ્યો.

ગઈકાલે પણ વિદેશી અને સ્થાનિક રોકાણકારોએ બજારમાં વિશ્વાસ જાળવી રાખ્યો હતો. રોકડ સેગમેન્ટમાં વિદેશી રોકાણકારોએ રૂ. ૧,૨૪૬.૪૮ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી અને સ્થાનિક રોકાણકારોએ રૂ. ૧,૪૪૮.૩૭ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

મે મહિના સુધીના ડેટા દર્શાવે છે કે વિદેશી રોકાણકારોએએ 9,103.71 કરોડ રૂપિયાની ખરીદી કરી છે અને સ્થાનિક રોકાણકારોએ એ 15,189.82 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. એપ્રિલમાં, વિદેશી રોકાણકારોની ખરીદી રૂ. 2,735.02 કરોડ અને સ્થાનિક રોકાણકારોએ ખરીદી રૂ. 28,228.45 કરોડ રહી હતી.

ગઈકાલે બજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના સમાચાર પછી, સેન્સેક્સ 2,975 પોઈન્ટ (3.74%) ઉછળીને 82,430 પર બંધ થયો. આ 2025 માં અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય વધારો હતો.

ગઈકાલે સેન્સેક્સના 30 માંથી 28 શેરોમાં તેજી જોવા મળી હતી. ઇન્ફોસિસ ૭.૬૭%, એચસીએલ ટેક ૫.૯૭%, ટાટા સ્ટીલ ૫.૬૪%, ઝોમેટો ૫.૫૧%, ટીસીએસ ૫.૪૨% અને ટેક મહિન્દ્રા ૫.૩૬% વધ્યા હતા.


આ 10 શેર બજાર ખુલતાની સાથે જ ઘટ્યા

આજે શેરબજારમાં ઘટાડા વચ્ચે લાર્જ-કેપ કંપનીઓ ઇટરનલ શેર (2%), ઇન્ફોસિસ શેર (2%), ટીસીએસ શેર (1.30%) અને ટાટા સ્ટીલ શેર (1.10%) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓમાં, યુપીએલ શેર (4%), પેટીએમ શેર (2.90%), ફર્સ્ટ ક્રાય શેર (1.80%) ઘટ્યા હતા. સ્મોલકેપ કંપનીઓમાં, જેન્સોલ શેર (4.99%), કેફિનટેક શેર (4.90%) અને એથર શેર (4.56%)માં ઘટાડો નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application