શેરબજારમાં તેજી: સેન્સેકસમાં ૮૦૫ નિફટીમાં પણ ૨૩૩ પોઈન્ટનો ઉછાળો

  • November 29, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સપ્તાહ ના છેલ્લા કારોબારી દિવસે સેન્સેકસ ૭૦૦થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯,૭૯૦ ના સ્તર પર ટ્રેડ થઇ રહ્યો હતો. નિટીમાં ૨૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે ૨૪,૧૨૦ના સ્તર પર ટ્રેડ થઇ રહ્યો હતો.
સેન્સેકસના ૩૦ શેરોમાંથી ૨૫માં તેજી જયારે ૫માં ઘટાડો થયો હતો. નિફટીના ૫૦ શેરોમાંથી ૩૯માં ઉછાળો અને ૧૧માં ઘટાડો નોંધાયો હતો. એનએસઈ સેકટોરલ ઈન્ડેકસમાં રિયલ્ટી સેકટર સિવાય તમામ સેકટરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી ૦.૪૧ ટકા અને કોરિયાનો કોસ્પી ૧.૭૮ ટકા ડાઉન છે. યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેકસ ૦.૯૦ ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
એનએસઈના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ ૨૮ નવેમ્બરે ૧૧,૭૫૬.૨૫ કરોડ પિયાના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રોકાણકારોએ ૮,૭૧૮.૩૦ કરોડ પિયાના શેર ખરીધા હતા.
આજે શેરબજારમાં આવેલી તેજી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્ર્રીય બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતો છે. સેન્સેકસ શેરોમાં, સન ફાર્મા અને ભારતી એરટેલ દરેક ૩ ટકા વધ્યા હતા, યારે એમ એન્ડ એમ, રિલાયન્સ, એલ એન્ડ ટી, અદાણી પોટર્સ અને જેએસડબલ્યુ સ્ટીલ લગભગ ૨ ટકા વધ્યા હતા. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ મૂડી . ૨.૨૭ લાખ કરોડ વધીને . ૪૪૫.૫૪ લાખ કરોડ થઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application