કચ્છમાં સાવકા પિતાએ પુત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. અંજાર તાલુકાના માથક પાસે સાવકા પિતાએ 6 વર્ષના પુત્રને પાણી ભરેલાં ખાડામાં ફેંકી, ડૂબાડી દઈને હત્યા કરી નાખી છે. ખાનગી એકમમાં બનેલા બનાવ અંગે સીસીટીવી કેમેરાના આધારે ગત મોડી સાંજે હત્યાનો બનાવ બહાર આવ્યો હતો. બનાવ અંગે આદિપુર પોલીસે મૃતકની માતાએ પતિ સામે આપેલી ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.
મહિલાએ બીજા લગ્ન કર્યા હતા
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ગામડાની વતની 53 વર્ષીય પૂજા અહીરવાલે ફરિયાદમાં જણાવ્યું કે, તે છેલ્લાં દોઢ માસથી માથકમાં આવેલી ઈન્ડસ્ટીયલ બેગ પેકેજીંગ કંપનીમાં પતિ ખેતસીંગ જોડે બેગ ફોલ્ડિંગ કરવાની મજૂરી કરે છે. કંપનીએ મજૂરોને આપેલી ઓરડીમાં રહે છે. પૂજાએ 4 મહિના અગાઉ ખેતસીંગ સાથે સાદાઈથી બીજા લગ્ન કર્યા હતા. તે પહેલા 20 વર્ષ અગાઉ તેના દયારામ કુશ્વાહા સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં તેને 3 પુત્રો થયા હતા.
મહિલા પુત્રને પતિ પાસે મૂકીને મજૂરીએ ગઈ
પૂજા અહીરવાલે કહ્યું કે, પ્રથમ પતિના મૃત્યુ બાદ તેણે ખેતસીંગ સાથે બીજા લગ્ન કર્યા હતા. 16 અને 18 વર્ષના બે પુત્રો દિલ્હીમાં રહીને શેરડીની ફેક્ટરીમાં કામ કરે છે. જ્યારે 6 વર્ષનો રાહુલ તેની જોડે રહે છે. ખેતસીંગની પહેલી પત્ની નાસી જતાં તેણે પૂજા જોડે બીજા લગ્ન કર્યા છે. પહેલી પત્નીથી સંતાનમાં તેને 10 અને 4 વર્ષના બે પુત્રો છે જે બેઉ વતનમાં રહે છે. દરરોજ સવારે 8 વાગ્યે દંપતી કામે જાય ત્યારે રાહુલને બાજુમાં રહેતા દિયરના ઘેર સાર સંભાળ માટે મૂકી જતા હતા. શુક્રવારે સવારમાં તબિયત સારી ના હોવાનું કહીને આરોપી ખેતસીંગ ફેક્ટરીમાં નહોતો ગયો. માતા પુત્ર રાહુલને પતિ જોડે રાખીને એકલી મજૂરીએ ગઈ હતી.
રાહુલ ખોવાઈ ગયો છે તે મળતો નથી
સવારે આરોપી ખેતસીંગ ફેક્ટરીમાં આવ્યો હતો અને માતા પૂજાને રાહુલ ખોવાઈ ગયો છે તે મળતો નથી તેમ કહ્યું હતું. દીકરો ગુમ થતાં માતા ઘરે દોડી આવી હતી. રાહુલ ગુમ થયો હોવાનું જાણીને કંપનીના સિક્યોરીટી ગાર્ડ અને અન્ય મજૂરો પણ રાહુલની શોધખોળમાં જોડાયાં હતાં. રાહુલનો ક્યાંય પત્તો મળ્યો નહોતો. સાંજે 6 વાગ્યે કંપનીના જવાબદારોએ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ખેતસીંગના પાપનો ભાંડો ફૂટ્યો હતો. પત્ની મજૂરીએ ગઈ તેના અડધા કલાક પછી ખેતસીંગ રાહુલને લઈને ઘરની બહાર જતો જોવા મળ્યો હતો અને થોડીકવાર બાદ ઘરે એકલો પાછો આવતો જોવા મળ્યો હતો.
રાહુલને તેણે પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો
કંપનીના જવાબદારો અને લોકોએ ખેતસીંગને સવાલો પૂછ્યા હતા. જેના લીધે તેણે આખરે કબૂલાત કરી હતી કે, રાહુલને તેણે પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો છે. લોકો તે સ્થળે દોડી જતાં ખાડાના પાણી ઉપર મહિલાના પુત્રની લાશ તરતી જોવા મળી હતી. ઘટના અંગે જાણ થયાં બાદ આદિપુરના પીઆઈ એમ.સી. વાળા સહિત ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.
તું રાહુલને કેમ સાથે લઈને આવી છે? તે મને ગમતો નથી
પૂજાએ પોલીસને જણાવ્યું કે 15 દિવસ અગાઉ જ પતિએ તેની જોડે ઝઘડો કર્યો હતો કે, તું રાહુલને કેમ સાથે લઈને આવી છે? તે મને ગમતો નથી, તેને દાદા-દાદી પાસે મૂકી આવ નહીં તો હું તેને જીવતો નહીં મૂકું. પૂજાએ જણાવ્યું કે, સાહેબ મને કલ્પના પણ નહોતી કે આરોપી ખેતસીંગ માસૂમ દીકરાની હત્યા કરવા સુધીની હદે પહોંચશે. પોલીસે આરોપી ખેતસીંગની ધરપકડ કરી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યાય પ્રક્રિયાને સુલભ અને કાર્યક્ષમ બનાવવા નવતર પહેલ
June 03, 2025 10:30 AMસંસદના વિશેષ સત્રની માગણી સાથે ૨૦૦ સાંસદો લખશે પત્ર
June 03, 2025 10:27 AMગુજરાત સરકાર શહેરી હરિયાળી જગ્યાઓ, જળાશયોના સંરક્ષણ માટે કાયદો બનાવશે
June 03, 2025 10:26 AMઈલોન મસ્કનો નવો દાવ: શક્તિશાળી ફીચર એક્સચેટ લોન્ચ
June 03, 2025 10:22 AMવર્ષ 2300માં વિશ્વમાં 10 કરોડની વસ્તી જ હશે
June 03, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech