સ્ટે. કમિટીએ 439.36 લાખના કામો કયર્િ મંજુર

  • July 08, 2021 11:09 AM 

સોલીડ વેસ્ટ શાખા માટે ટ્રક માઉન્ટેન્ડ સ્વીપર મશીન ખરીદી અને ઓપરેશન મેઇન્ટેનન્સ માટે ા. 2.06 કરોડ મંજુર: કારખાના લાયસન્સ રીન્યુ માટે તા. 31 ઓગષ્ટ સુધીમાં રકમ ભરનારને 100 ટકા પેનલ્ટીમાંથી માફી

જામનગર મહાપાલીકાની સ્ટે. કમિટીની એક બેઠક આજે બપોરે ચેરમેન મનિષ કટારીયાના અઘ્યક્ષસ્થાને મળી હતી જેમાં ા. 439.36 લાખના કામને મંજુરી આપી હતી, બીજી તરફ કારખાના લાયસન્સ રીન્યુ અંગે બાકી રહેતી રકમો ભરનારને તા. 31 ઓગષ્ટ સુધીમાં જો રકમ ભરી આપે તો તેને 100 ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ટ્રક માઉન્ટેન્ડ રોડ સ્વીપર મશીન ખરીદવા નિર્ણય કરાયો હતો અને 3 વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ સાથેનું ખર્ચ ા. 2.06 કરોડ મંજુર કરાયુ હતું.

આ મિટીંગમાં જુદા જુદા લોકેશનો માટે હાઉસકીપીંગ સફાઇ કામગીરીનો વાર્ષિક કોન્ટ્રાકટ અપાયો હતો જેમાં વહિવટી ભવન, ઓફીસ બિલ્ડીંગ, ન્યુ વહિવટી ભવન, સ્પોર્ટસ સંકુલ, ટાઉનહોલ અને શાક માર્કેટના સફાઇ કામ અંગે  ઝોન-1માં વાર્ષિક ા. 25.35 લાખ મંજુર કરાયા હતા તેમજ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં વાલ્વ ચેમ્બર બનાવવા ા. 16.97 લાખ, ઝોન-2માં 15.90 લાખ, તેમજ ભુગર્ભ ગટરની ફરીયાદ નિકાલ કરવા માટે સાઉથ ઝોનમાં ા. 42.84 લાખ અને નોર્થ ઝોનમાં ા. 44.10 લાખ મંજુર કરાયા હતા, જયારે વેસ્ટ ઝોનમાં ા. 44.10 લાખ, ઇસ્ટ ઝોનમાં પણ ા. 44.10 લાખ મંજુર કરાયા હતા.

આ મિટીંગમા મતદાન મથકો ઉપર પાણી પુરુ પાડવાના ા. 91.775, સ્વામી વિવેકાનંદ ગાર્ડન ખાતે લાઇટીંગ રીપેરીંગના 63226, સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા માટે ા. 1 લાખ, મહાપાલીકાની બિલ્ડીંગમાં એસી રીપેરીંગ અને મેઇન્ટેનન્સ માટે ા. 3.64 લાખ, મતદાન મથકોમાં લાઇટીંગ વ્યવસ્થા માટે ા. 4.33.373, વોટર કુલર રીપેરીંગ મેઇન્ટેનન્સ ા. 1.85.600 સહીતના જાણ માટેના કામો પણ મંજુર કરવામાં આવ્યા હતા. આ મિટીંગમાં 11 સભ્ય ઉપરાંત બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, મ્યુ. કમિશ્નર વિજય ખરાડી, ડીએમસી એ.કે. વસ્તાણી, આસી. કમિશ્નર ડાંગર સહિતના અધિકારીઓ હાજર રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS