ગણેશ ચતુર્થીનો તહેવાર ગણતરીના દિવસોમાં આવી રહ્યો છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ દ્રારા અને સરકાર દ્રારા પ્લાસ્ટર ઓફ પેરિસની ગણપતિજીની પ્રતિમાને બદલે માટીના ગણેશજીની સ્થાપના કરવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે તેવા સમયે કોડીનાર દેવળી દેદાજી ગામના યુવાને પવિત્ર ગાય માતાના છાણ અને પ્રાકૃતિક જડીબુટ્ટીથી બનાવેલી ઇકોફ્રેન્ડલી ગણપતિજી ની મૂર્તિએ ખાસ આકર્ષણ જમાવ્યું.
દરેક લોકો દ્રારા પ્રકૃતિનું રક્ષણ થાય આને દરેક ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચયની સાથે રેડીએશનમાંથી મુકિત મળે તે માટે કોડીનાર દેવળી (દેદાજી) ગામના યુવાન શૈલેષભાઇ પરમાર દ્રારા ખાસ ગાયના છાણ, માટી, ગુવારગમ અને મેંદાવડીનો ઉપયોગ કરીને ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની પ્રતિમા બનાવી છે અને નહિ નફો નહિ નુકસાનનાં ધોરણે ગાયના છાણમાંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ વહેંચી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે. યુવાનના આ પગલાંને પ્રકૃતિ પ્રેમીઓએ બિરદાવ્યું હતું.
કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે પર્યાવરણ પ્રેમી શૈલેષભાઈ પરમાર પોતાની અઢળક આવક ધરાવતો સિવિલ કોન્ટ્રકટનો વ્યવસાય છોડી ગાયનાં ગોબરમાંથી ઉર્જાવાન ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શ કયુ. મુંબઈ જેવું મેટ્રો સીટી છોડી ગીરનાં નાનકડા ગામમાં ગાયનું છાણ યોગ્ય માત્રામાં મળી રહે તે માટે રહેવા લાગ્યો પોતે અને તેમના પત્ની સાથે મળી મૂર્તિ ઉપરાંત અન્ય શ્રીયંત્ર, સૂર્ય યંત્ર, આસનો વગેરે અનેક વસ્તુઓ પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરી કુદરતી ઉર્જા સાથેની બનાવવાની શઆત કરી. ગણેશોત્સવ દરમ્યાન ગણપતિજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિની ખાસ માંગ રહે છે. ૨ ઈંચથી લઈને ૨ ફટ સુધીની ગાયના છાણમાંથી આ યુવાન મૂર્તિ બનાવે છે. એક મૂર્તિ બનાવવા માટે બે મહિના જેવો સમય લાગે છે. આ મૂર્તિમાં ગુવારગમ પાવડર, ગાયનું ગોબર થોડી માટી વગેરેનો ઉપયોગ થાય છે. મૂર્તિ બને ત્યારે તેમાં ખાસ્સું વજન હોય છે સુકાઈ જતા તેનું વજન ઘટી જાય છે. આવી મૂર્તિને ઘરે પણ વિસર્જિત કરી શકાય છે. વિસર્જિત થયેલી મૂર્તિનું પાણી છોડને પણ આપી શકાય છે. ઈકો ફ્રેન્ડલી મૂર્તિ વિસર્જિત થવાને કારણે પર્યાવરણને બિલકુલ હાનિ તો પહોંચતી જ નથી વધારામાં ફાયદો થાય છે. સાથેજ શાક્રોનાં વર્ણન મુજબ ગોબરમાં લમીજીનો વાસ હોવાને કારણે ગાયનાં છાણમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ ઘરે લાવવાથી ઘરમાં પણ લમીનો વાસ રહે છે. તેમજ સમગ્ર પરિવારને રેડીએશન જેવા ભયાનક ખતરાથી મુકત પણ રાખે છે માટે આ ગાયના ગોબરમાંથી બનેલી ગણપતિની પ્રતિમાઓ વિશેષ મહત્વ ધરાવે છે. તેવું મૂર્તિકાર શૈલેષભાઈ પરમારએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech